Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગરમ કપડાઘ હીટર, તંબુ..

લદ્દાખમાં શિયાળામાં ચીન સામે મોરચો સંભાળવાની સેનાની તૈયારી

એલએસી પર તૈનાત બધા સૈનિકો માટે કલોધિંગ સહિત બધો જરૂરી સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે અને રિઝર્વ સ્ટોક પણ મોકલવાનું કામ જારી છે

નવી દિલ્હી,તા.૧૬: ઈસ્ટર્ન લદ્દાખમાં એલએસીમાં ચીનની સાથે વધેલા તણાવ વચ્ચે ભારતીય સેનાએ પોતાની તૈયારી મજબૂત કરી લીધી છે. ભારતીય સેના શિયાળામાં એલએસી પર ચોકસીથી તૈનાત રહેવા તૈયાર છે. આ બાબતે સેનાએ ગરમ કપડા, રાશન, ટેન્ટ  અને હીટર સુધીની વ્યવસ્થા કરી લીધી છે. આ સિવાય પણ સેનાએ અન્ય સામાનનો સ્ટોક પૂરો કરી લીધો છે. ફોરવર્ડ પોસ્ટો સુધી બધા સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે.

એક સીનિયર આર્મી અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબુ ચાલે તે અમે ઈચ્છતા નથી, પરંતુ જો આવી સ્થિતિ યથાવત રહી તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, ચીને જો પ્રોટોકોલનું પાલન કરવાનું છે તો પૂરી રીતે કરે અને દરેક જગ્યાએ ફોલો કરે, માત્ર નક્કી કરેલા પ્રોટોકોલ ન ચાલી શકે. તેમણે કહ્યું ઈન્ડિયન આર્મી દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પેન્ગોંગ ઝીલના ઉત્ત્।રી કિનારેમાં ફિંગર એરિયા પર ચીને દ્વિપક્ષીય સમજુતીનું ઉલ્લંદ્યન કર્યું છે અને હવે જયારે પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે બધા મહત્વના પહાડો પર ભારતીય સેનાએ પોતાની સ્થિતિ ખુબ મજબૂત કરી લીધી છે તો ચીન પ્રોટોકોલનો હવાલો આપી રહ્યું છે.

આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, ભારતની પાસે એવા સ્ટ્રેટેજિક એયરલિફ્ટ પ્લેટફોર્મ છે જેમાં રોડ કનેકિટવિટી કપાય જાય તો પણ ભારતીય સેના અને એરફોર્સમ મળીને એક દોઢ કલાકની અંદર સૈનિકો સુધી પહોંચી શકે છે. પરંતુ આ મહિને રોહતાંગ ટનલનું ઉદ્ઘાટન થઈ જશે, ત્યારબાદ લદ્દાખ રીઝન સુધી ઓલ વેધર રોડ કનેકિટવિટી પણ થઈ જશે.

આર્મીના અધિકારીએ જણાવ્યું કે, ૯૦૦૦થી ૧૨૦૦૦ ફુટની ઉંચાઈ સુધી તૈનાત સૈનિકોને એકસટ્રીમ કોલ્ડ કલાઇમેટ (ઈસીસી) કલોદિંદ આપવામાં આવે છે અને ૧૨૦૦૦ ફુટથી વધુની ઉંચાઈ પર તૈનાત સૈનિકોને સ્પેશિયલ કલોથિંદ એન્ડ માઉન્ટેનિયરિંગ ઇકિવપમેન્ટ (એસસીએમઆઈ) આપવામાં આવે છે. એક જવાનને એસસીએમઈનો ખરચો આશરે ૧.૨ લાખ રૂપિયા સુધી આવે છે. એલએસી પર તૈનાત બધા સૈનિકો માટે કલોધિંગ સહિત બધો જરૂરી સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે અને રિઝર્વ સ્ટોક પણ મોકલવાનું કામ જારી છે. બધા ટેમ્પરરી શેલ્ટર પણ તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ફોરવર્ડ એરિયામાં તૈનાત સૈનિકોને નોર્મલ રાશન સિવાય સ્પેશિયલ રાશન આપવામાં આવે છે. આટલા હાઈ અલ્ટીટ્યૂટમાં ભૂખ ન લાગે પરંતુ સૈનિકોને પોષણ માટે જરૂરી કેલેરી મળી રહે તે માટે દરરોડ ૭૨ આઇટમમાંથી તેઓ પોતાની પસંદગીની વસ્તુ પસંદ કરી શકે છે.

આર્મીના સીનિયર અધિકારી પ્રમાણે જો ચીન ન માને તો ભારતીય સેના શિયાળામાં પણ એલએસી પર તૈનાત રહેશે. તેમણે કહ્યું કે, ભારતીય સૈનિકોને તેની આદત પણ છે કારણ કે ભારતીય સૈનિક ખુબ ઠંડી અને બર્ફમારી વચ્ચે દેશની રક્ષા માટે તૈનાત રહે છે. એલએસી પર જે એડિશનલ ટ્રૂપ ગઈ છે તે આ પહેલા પણ તે જગ્યાએ રહી ચુકી છે. આર્મીના આ પ્રકારના અનુભવથી અને દેશની સેનાઓ પણ ખુબ પ્રભાવિત છે. જોઈન્ટ એકસરસાઇઝ દરમિયાન અન્ય દેશ પણ ભારતીય સેનાના આ અનુભવથી શીખવાનો પ્રયાસ કરે છે.

(11:18 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST