Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

બે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો

ઇસ્લામાબાદ  : ભૂલથી ભારતની સરહદ ઓળંગી પાકિસ્તાનની સીમામાં જતા રહેલા ભારતીય નાગરિકને પાકિસ્તાન સરકારે બે વર્ષની સજા કરી હતી.જે સજા પુરી થતા તેને વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો હતો.જ્યાંથી તે પોતાના ઘેર પરત ફરી શક્યો હતો.

અનિલ ચામરુ નામનો મધ્ય પ્રદેશનો નાગરિક 2015 ની સાલમાં લાહોરથી 60 કિલોમીટર દૂર આવેલી ગંદાસિંહ સીમાથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયો હતો.જેને પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ બે વર્ષની સજા ફરમાવાઈ હતી.પરંતુ કાનૂની અડચણ અને પ્રક્રિયાને કારણે તેણે વધુ બે વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા.

(12:49 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST