Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

યુદ્ઘ જહાજ આઈએનએસ વિરાટની અંતીમ સફરઃ આજે મુંબઈથી ઊપડી અને ૨૨મીએ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગમાં અંતિમ વિદાય અપાશે

જહાજને મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરી લાવવામાં આવશેઃ જહાજની વિદાય સમયે અલંગમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ હાજર રહે એવી વિચારણા

રાજકોટ, તા. ૧૬ : રાજકોટૅં ભારતનું ઐતિહાસિક યુદ્ઘ જહાજ આઇએનએસ વિરાટ સંભવિત ૨૨ સપ્ટેમ્બરે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંગરશે, જયાં એને સત્ત્।ાવાર વિદાય આપવામાં આવશે. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા, નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે એ માટેની વિચારણા ચાલી રહી છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૯ દ્વારા ઓનલાઇન ઓકશનમાં ૩૮.૪૫ કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધું છે. આ અંગે અલંગ શિપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૦૦૦ એલડીટી ધરાવતા આ જહાજને ૧૬ સપ્ટેમ્બરના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરી લાવવામાં આવશે. ૨૦મીએ રાત્રે અલંગ એન્કરેજ ખાતે ખાસ ટગ દ્વારા વિરાટને ખેંચીને લવાશે. ૨૧ ના રોજ કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબીની તમામ સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવશે અને ૨૨ સપ્ટે.ના રોજ વિરાટનું બીચિંગ અલંગના પ્લોટ પર કરાવવામાં આવશે. જોકે તમામ બાબતો દરિયાઈ પરિવહન, આબોહવાને આધારિત હોવાથી મુંબઈથી નીકળી અને અલંગના પ્લોટમાં લાંગરવા સુધીમાં સમયમાં બાંધછોડ થઈ શકે છે.

૬૦ વર્ષ જૂના યુદ્ઘ જહાજમાંથી એન્જિન, નેવી અંગેની યુદ્ઘ સામગ્રીઓ, નેવિગેશન સાધનો પાંચ વર્ષ અગાઉ કોચિન ખાતે કાઢી નાખવામાં આવ્યાં હતાં. હાલ જહાજ બંધ હાલતમાં છે અને એને ખાસ ટગ દ્વારા ટોઇંગ કરીને લાવવું પડશે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહાર લાવતી વખતે પણ નેવીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્ત્।ાવાર વિદાય આપવામાં આવશે.

ભારતીય નૌસેનાનું બીજું વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ ૬ માર્ચ, ૨૦૧૭ના રોજ સેવાનિવૃત્ત્। થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં ૨૫ વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાકય શ્નજલમેવ યસ્ય, બલમેવ તસ્યલૃહતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે

એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ ૧૯૫૯થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. ૧૯૮૦ના દાયકામાં ભારતીય નૌસેનાએ એને સાડાછ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને ૧૨ મે, ૧૯૮૭ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.

આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. એ દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ઘ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું અને તેમ છતાં સારી કન્ડિશનમાં હતું. એને ''ગ્રેટ ઓલ્ડ લેડી'' નામથી પણ ઓળખવામાં આવતું હતું. પશ્યિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે એ ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનારું જહાજ છે.

(2:41 pm IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST