Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ટુંક સમયમાં સીલેકટ થઇ જશે ભારતનું રાષ્ટ્રીય પતંગિયુ : સાત પ્રજાતિઓ છે હરિફાઇમાં

મધ્યપ્રદેશના શહડોલમાં મળી પતંગિયાની ૧૦૦ થી વધારે પ્રજાતિઓ

શહડોલ (મધ્યપ્રદેશ),તા. ૧૬: હવે દેશમાં પતંગિયુ નકકી કરવા માટેનું અભિયાન શરૂ કરાયું છે. તેમાં દેશભરના ૫૦ થી વધારે પતંગિયા રિસર્ચરો અને નિષ્ણાંતો લાગેલા છે. આ દોડમાં મધ્યપ્રદેશના શહડોલ વિભાગમાં મળી આવતા પતંગીયાઓ પણ સામેલ થઇ શકે છે. પતંગિયાઓનો મહિલાનો એટલે કે સપ્ટેમ્બરમાં આના માટેની પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ છે. એક મહિનાની અંદર મતદાન દ્વારા પતંગિયાની ત્રણ મુખ્ય પ્રજાતિઓના પ્રસ્તાવ સાથે પર્યાવરણ અને વન મંત્રાલય સમક્ષ રજુ કરાશે. ૨૦૨૧ સુધીમાં રાષ્ટ્રીય પતંગિયાના નામની જાહેરાત થઇ શકે છે.

આના માટે સોશ્યલ મીડીયામાં નેશનલ બટરફલાય કેમ્પઇનમાં નિષ્ણાંતો નાગરીકો વચ્ચે પોલ કરાવી રહ્યા છે. આ પોલમાં કોઇ પણ ભાગ લઇને પોતાનો મત પસંદગીના પતંગિયાને આપી શકે છે. આના માટે કાયદેસરનું ફોર્મ પણ અપલોડ કરવામાં આવ્યું છે. અત્યારે તેમાં સાત પતંગિયાઓને સામેલ કરાયા છે. જેમની વિશેષતાઓ સાથે ફોટો પણ અપલોડ કરાયો છે. તેમાંથી પોતાની પસંદગીનું પતંગિયુ સીલેકટ કરી શકાય છે.

અનૂપ પુર નેચર કલબ દ્વારા કરાઇ રહેલા સર્વેમાં અત્યાર સુધીમાં મધ્યપ્રદેશના શહડોલ વિભાગમાં ૧૦૦ થી પણ વધારે પતંગિયાઓની પ્રજાતિઓ મળી છે. શહડોલના પતંગિયાઓમાંથી એક રાષ્ટ્રીય પતંગિયુ બની શકે છે.

(2:42 pm IST)