Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હવે માથાકૂટ વગર બની જશે તમારું ડ્રાઇવીંગ લાયસન્સ

હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજોમાં એડ્રસ બદલવા માટે થશે

નવી દિલ્હી, તા.૧૬: હવે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે તમારે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડીએલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથે સાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે.

નવા નોટિફિકેશન મુજબ હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજોમાં એડ્રસ બદલવા માટે થશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના કહેવા પર આ ફેરફાર થયા છે. તેની પાછળનો હેતુ DL અને કાર રજિસ્ટ્રેશનમાં ફેક એડ્રસ જોડતા રોકવાનો છે. હવે લોકો દ્યરે બેઠા જ પોતાના કામ કરાવી શકશે. જો કોઈ ઓનલાઈન સેવા ઈચ્છતા હોય તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે.

કોરોના વાયરસ મહામારીના કારણે રોડ મિનિસ્ટ્રીએ વધુ એક મોટી રાહત આપી હતી. મિનિસ્ટ્રીએ ડ્રાઈવિંગ લાઈસન્સ અને મોટર વાહન દસ્તાવેજોના ર્રુીશ્રજ્ઞ્ફુજ્ઞ્દ્દક્ક ષ્ટફૂશ્વજ્ઞ્ંફુદ્ગચ વધારી દીધો છે. મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની પરમિટ અને રજિસ્ટ્રેશન સહિત અન્ય દસ્તાવેજોની વેલિડિટી આ વર્ષ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારી છે.

આ રીતે કરાવી શકો છો આધારને DL સાથે લિંક

જોતમે તમારા આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરાવવા માંગતા હોવ તો તમારી પાસે આ સારી તક છે. કારણ કે હવે ઝ્રન્ના આધાર સાથે લિંક કરાવવું દ્યણું સરળ થઈ ગયું છે. ડીએલ-આધાર લિંકિંગ દ્વારા નકલી લાયસન્સ બનાવનારા ઉપર પણ રોક લગાવવામાં આવી શકે છે. આ રીતે ડ્રાઈવિંગ લાયસન્સને તમે આધાર સાથે લિંક કરાવી શકો છો.

લિંક કરાવવાની પ્રોસેસ

 તમારે સૌથી પહેલા  sarathi.parivahan.gov વેબસાઈટ પર જવું પડશે.

 હવે તમારું ડીએલ જે રાજયનું છે તે સિલેકટ કરો.

 હવે તમારી સામે એક વિન્ડો ઓપન થશે.

 અહીં જમણી બાજુ મેન્યૂબારમાં Apply Online પર કિલક કરો.

 ત્યારબાદ Services on Driving Licence (Renewal/Duplicate/Aedl/Others) પર કિલક કરો.

હવે તમારી સામે એક નવી વિન્ડો ઓપન થઈ જશે. અહીં તમને ફરીથી રાજયની ડિટેલ અંગે પૂછવામાં આવશે. હવે તમે લાઈસન્સવાળા રાજયને સિલેકટ કરો. ત્યારબાદ Countinueના બટન પર કિલક કરો અને તમારા આધાર કાર્ડ સંબંધિત જાણકારી આપો. ત્યારબાદ પ્રોસિડ પર કિલક કરો.

ડ્રાઈવિંગ લાઈસન્સ અંગે મળશે જાણકારી

હવે તમારી સામે ડીએલની પૂરી જાણકારી હશે. તેની નીચે તમને મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો વિકલ્પ પણ જોવા મળશે. ત્યારબાદ તમારે તમારો આધાર નંબર અને ઓટીપી એન્ટર કરવા પડશે. હવે તમારુ ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અપડેટ થઈ જશે.

(3:07 pm IST)