Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સામાન્ય માણસની ચિંતામાં વધારો શાકભાજી બાદ કઠોળના ભાવ વધવા લાગ્યા

નવી દિલ્હી, તા.૧૬: છેલ્લા કેટલાયે સમયથી એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોનાએ જયાં સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે ત્યાં મોંઘવારીએ માથુ ઉચકયુ છે. દેશમાં મોંઘવારીએ દેશમાં ફુગાવાનાના કારણે શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં ભડકો થયો છે. હવે કઠોળના ભાવમાં વધારો થતાં સામાન્ય માણસ માટે જીવવુ મુશ્કેલ બન્યુ છે. કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની તુલનામાં આ વર્ષે કઠોળના ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

દેશમાં તહેવારોની સીઝનની શરૂઆત સાથે જ કઠોળના ભાવમાં વધારા અંગે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનું કહેવું છે કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. દરરોજ તમામ પ્રકારના કઠોળના ભાવ ઉપર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં કઠોળના ભાવ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

લોકડાઉન થયા પછી કઠોળના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. તેની શરૂઆત દાળથી થાય છે. બજારમાં દાળનો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ચણાની દાળના ભાવ વધી રહ્યા છે ત્યારબાદ આની અસર મગની દાળ, અડદની દાળ પર પડશે. બજારમાં અડદ દાળ ૮૦ થી ૯૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. વેપારીઓ કહે છે કે કોરોના સમયગાળામાં નબળા ઉત્પાદનને લીધે કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

જો આપણે દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી કઠોળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શાકભાજીના ભાવો આસમાનને આંબતા લોકો કઠોળ તરફ વળે છે આમ કઠોળની જરૂરિયાત વધે છે. રોજબરોજની થાળીમાં શું પીરસવુ તે ગૃહિણીઓ માટે વિકટ સમસ્યા બની રહી છે. વેપારીઓ તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે સમય લોકડાઉનમાં ખોટ કરી તેની પુરતી કરવા મથી રહ્યા છે. આમ ગ્રાહકો સામે હાલ ચોતરફ લૂંટ ચાલી રહી છે.

તો બીજી બાજુ દુકાનદારોનું કહેવું છે કે મોંદ્યવારી તેમને પણ નડી છે. વેપારીઓ કહે છે કે ચણાની દાળના ભાવમાં વધારો ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થયો છે. જૂનો સ્ટોક સમાપ્ત થવો ફુગાવા માટેનું એક કારણ હોઈ શકે છે. દુકાનદારોના મતે નવી ખરીદી મોંઘી થઈ રહી છે, તેથી મગ, અડદ અને ચણાની દાળના ભાવ વધી રહ્યા છે.

(3:37 pm IST)
  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST