Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

લોનાવાલાના ફાર્મહાઉસમાં સુશાંતસિંહ રાજપૂત સાથે રિયા ચક્રવર્તી અને સારા અલી ખાન છાશવારે બોટ પાર્ટી કરવા આવતાઃ વીડિયો વાયરલ

નવી દિલ્હી: દમ મારો દમ ગેંગ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે. રિયા ચક્રવર્તી  અને સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથે છાશવારે બોટ પાર્ટી માટે લોનાવાલા ખાતેના ફાર્મ હાઉસ પર આવતા હતાં. અગાઉ રિયાનું જૂઠ્ઠાણું પકડી પાડતા 2 વીડિયો પણ આવ્યા હતાં. જેમાં તે સુશાંત સાથે ડ્રગ્સ લેતી જોવા મળી હતી. વધુ એક એક્સક્લુઝિવ ક્લિપ સામે આવી છે જેમાં સુશાંત અને સારા અલી ખાન ફાર્મ હાઉસમાં એકલા જોવા મળી રહ્યા છે.

એક એક્સક્લુઝિવ વીડિયો છે જેમાં સુશાંત અને સારા એક સાથે ફાર્મ હાઉસ પર જોવા મળે છે. ફાર્મ હાઉસ પર જે રીતે બંને જોવા મળી રહ્યાં છે તેને લઈને આ કેસમાં ડ્રગ એંગલને એક નવી દિશા મળતી જોવા મળી રહી છે. આ વીડિયો ડિસેમ્બર 2019થી માર્ચ 2020 વચ્ચેનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સુશાંત અને સારા સિગરેટના કશ લેતા જોવા મળે છે. દાવા સાથે કહી ન શકાય કે આ સિગરટેમાં ડ્રગ્સ છે કે નહીં. પરંતુ અત્યાર સુધી સુશાંત મોત કેસમાં જે પણ ખુલાસા થયા છે તેને જોતા આ ક્લિપ આવનારા સમયમાં મોટો ક્લૂ બની જાય તો નવાઈ નહીં.

ફાર્મ હાઉસમાં બોટ પાર્ટી

કહેવાય છે કે લોનાવાલા ખાતેના ફાર્મ હાઉસમાં સુશાંત સિંહ રાજપૂત સાથે રિયા ચક્રવર્તી અને સારા અલી ખાન છાશવારે બોટ પાર્ટી કરવા આવતા હતાં. આ ફાર્મ હાઉસ લોનાવાલાથી 100 કિમી દૂર છે. બોટ માલિકે એનસીબીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંત પહેલા 3-4 મહિના સારા અલી ખાન અને ફેબ્રુઆરી 2019 બાદથી રિયા, સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક સહિત પોતાના મિત્રો સાથે અહીં પાર્ટી માટે આવતો હતો.

અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને થઈ રહેલી તપાસમાં રિયાની ધરપકડ કરાઈ છે. રિયાની જામીન અરજી મુંબઈની કોર્ટે 11 સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી.

(4:26 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST