Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ન્યુદિલ્હીથી શિકાગો : ડિસેમ્બર માસથી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ : 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુ થી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે : યુનાઇટેડ એરલાઇન્સની સેવાઓનું વિસ્તરણ

ન્યુદિલ્હી : યુ.એસ.ની યુનાઇટેડ એરલાઇન્સે સેવાઓનું વિસ્તરણ શરૂ કરી દીધું છે.જે મુજબ આગામી ડિસેમ્બર માસથી ન્યુદિલ્હીથી શિકાગો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરી દેવાશે.તેમજ 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુથી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરાશે .
કંપની સૂત્રોએ જણાવ્યા મુજબ હાલની ન્યુદિલ્હીથી તથા મુંબઈથી ન્યૂયોર્ક અથવા નેવાર્ક ,તથા ન્યુદિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો વચ્ચેની સેવાઓ ઉપરાંત ભારત સાથેની અમેરિકાના અન્ય શહેરો સાથેની નવી નોનસ્ટોપ સેવાઓ ઉમેરાશે.આથી ભારતથી આવતા યાત્રિકો માટે યુ.એસ.ના શહેરો સાથેના જોડાણ માટેની સેવાઓમાં વધારો થશે.
કંપની સૂત્રોએ ઉમેર્યું હતું કે ખાસ કરીને ભારત અને અમેરિકાના  ટેક્નોલોજી હબ ગણાતા બેંગ્લુરુ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે શરૂ થનારી નોનસ્ટોપ ફ્લાઈટ્સ બંને દેશો વચ્ચે ટેક્નોલોજી આદાન પ્રદાન માટે ઉપયોગી નીવડશે.

(6:44 pm IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST