Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભારતમાં કરવેરાની આવક 22 ટકા ઘટી : બેંગલોરમાં 10 ટકા સરકારને આવક વધી

ચેન્નાઈમાં કર આવક 37 ટકા,દિલ્હીમાં 33 ટકા ઘટી : બેંગ્લોરને આઇટી અને ઇન્ટરનેટ પરના ધંધાનો લાભ મળ્યો

નવી દિલ્હી : મંદી અને લોકઆઉટના કારણે સરકારની કરવેરાની આવકમાં 22.5 ટકાનો ઘટાડો થયો છે. બેંગ્લોર સિવાય દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈમાં કર વસૂલાતમાં મોટો ઘટાડો જોવાયો છે  નાણાકીય વર્ષ 2021ના પહેલા છ મહિનામાં રૂ. 2,53,532 કરોડ ઘટાડો થયો છે. જેમાં કોર્પોરેટ વેરો, આઇ-ટી અને એડવાન્સ ટેક્સ શામેલ છે.

 નાણાકીય વર્ષ 2021 માં 15 સપ્ટેમ્બર સુધીના આ કરવેરા વસૂલવાના આંકડા છે. મુંબઇમાં વેરાની વસૂલાતમાં 13.9 ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ભાગમાં કોલકાતામાં વેરાની વસૂલાતમાં 13.9 ટકાનો ઘટાડો થયો છે.

  ચેન્નાઇમાં સમાન સમયગાળા દરમિયાન કરની આવકમાં 37.3 ટકાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં કરવેરાની વસૂલાતમાં 33 ટકાનો ઘટાડો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન બેંગ્લોર એક અપવાદ રહ્યું છે. નાણાકીય વર્ષ 2021ના પહેલા ભાગમાં બેંગ્લોરમાં કર વસૂલાતમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ભાગમાં બેંગ્લોરના કર સંગ્રહમાં 9.9% નો વૃદ્ધિ જોવા મળી છે. નિષ્ણાંતો કહે છે કે બેંગ્લોરને આઈટી હબ બનવાનો આ મોટો ફાયદો છે. કોરોના સમયગાળામાં, બેંગ્લોરને આઇટી અને ઇન્ટરનેટ પરના ધંધાનો લાભ મળ્યો છે.

(9:07 pm IST)