Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝીટીવ : તેઓએ ટ્વીટ કરીને આપી જાણકારી

મારા સંપર્કમાં આવ્યા હોય તે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહે.

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું

તેમણે કહ્યું કે, હું તમામના આશિર્વાદ અને શુભકામનાઓથી ઠીક છું. હું આઇસોલેટમાં જતો રહ્યો છું. ગડકરીએ કહ્યું કે, હું તમામને વિનંતી કરું છું જે મારા સંપર્કમાં આવ્યા હોય તે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહે.
નોંધનીય છે કે મોદી સરકારમાં સામેલ અનેક મંત્રી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રીપદ નાઇક અને સુરેશ અંગડી સહિત અનેક સામેલ છે

(12:00 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST