Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નેતન્યાહૂએ ઇઝરાઇલની સાથે ઊભા રહેવા માટે ટ્રમ્પનો આભાર માન્યો

હિંમતભેર તેહરાનના તાનાશાહનો સામનો કર્યો, અને સ્પષ્ટ રીતે ઇઝરાઇલની સાથે ઊભા રહ્યા

 

 અબ્રાહમ એકોર્ડને ઐતિહાસિક શાંતિ કરાર ગણાવતા, ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કહેવાથી ઇઝરાઇલ સાથે સ્પષ્ટ રૂપે ઊભા રહેવા અને તેહરાનના સરમુખત્યારનો હિંમતપૂર્વક મુકાબલો કરવા બદલ, ટ્રમ્પના આભાર માન્યો છે.

નેતન્યાહુએ ટ્વીટ કર્યું હતુ કે,' રાષ્ટ્રપતિ ટ્રમ્પ, આભાર. તમે હિંમતભેર તેહરાનના તાનાશાહનો સામનો કર્યો, અને સ્પષ્ટ રીતે ઇઝરાઇલની સાથે ઊભા રહ્યા. તમે ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે, શાંતિ માટે વાસ્તવિક પ્રસ્તાવ મૂક્યો હતો, અને તમે જે ઐતિહાસિક શાંતિ કરારમાં મધ્યસ્થી કરી, તેના પર હસ્તાક્ષર કરી રહ્યા છો.'

નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસ ખાતે, ઇઝરાઇલી બહેરિન સંયુક્ત આરબ અમીરાત વચ્ચે શાંતિ કરારની પૃષ્ઠભૂમિ માટે અમેરિકન રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે સમારંભની અધ્યક્ષતા આપી હતી. ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, બહેરિનના વિદેશ પ્રધાન અબ્દુલ લતીફ બિન રાશિદ અલ ઝયાની અને યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ હસ્તાક્ષર કર્યા. પછી ટ્રમ્પે અન્ય આરબ દેશો અને મુસ્લિમ દેશોને પણ યુએઈના માર્ગ ઉપર ચાલવા કહ્યુ.

 

(11:23 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST