Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીશએ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લાગેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીશએ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લાગેલ પ્રતિબંધને તત્કાલ પ્રભાવથી હટાવવાની માંગ કરી છે. ફડણવીશએ કહ્યું મહારાષ્ટ્રની ડુંગળીની આંતરરાષ્ટ્રીય સ્તર પર માંગ હોય છે અને આનાથી મહારાષ્ટ્રના ખેડૂતોને ઉચિત ભાવ મળે છે નિકાસ પર પ્રતિબંધથી ખેડૂત દુખી છે.

(12:07 am IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST