Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

શતં જીવ શરદ :

જાહેર જીવનમાં પોતાની આગવી અને વિશેષ કામગીરીથી છવાઇ જઇ ગુજરાત અને ભારત દેશનું વિશ્વમાં નામ રોશન કરનાર એવા આપણા સૌના લોક લાડીલા ગુજરાતના પનોતાપુત્ર, કુશળ સંગઠક, અદ્ભૂત સાહસ અને શૌર્યના સમાનાર્થી, રાષ્ટ્રશકિતનો પરિચર કરાવનાર એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે ૭૦મો જન્મદિવસ છે. વિશ્વના શ્રધ્યેય યુગપુરૂષ, રાષ્ટ્રના સાચા રાહબર, સમાજ અને સમગ્ર સંસ્કૃતિની સેવાના વ્રતધારી, ત્યાગી અને તપસ્વી એવા શ્રી નરેન્દ્રભાઇ મોદીને અંતઃ કરણથી સપ્રેમ... વંદન... શુભકામના.. શુભેચ્છા. વડાપ્રધાન સદાય સુદીર્ધ આયુના ધારક બનીને નીત નિરંતક, ઉન્નતોમુખી ગૌરવની પ્રાપ્તિ કરો એવી પ્રાર્થના.

(11:13 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST