Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઐતિહાસિક ગૌરવનો પરિચય કરાવે છે આ મૂર્તિઓ

બ્રિટને ૪૦ વર્ષ બાદ ભારતને પરત કરી શ્રી રામ,લક્ષ્મણ અને સીતાની સદીઓ જુની મૂર્તિઓ

તામિલનાડુના એક મંદિરમાંથી ચોરી થઇ હતી

નવી દિલ્હી,તા.૧૭:મોદી સરકારના કપરા પરિશ્રમઅને પીએમ મોદીની શાનદાર વૈશ્વિક કીર્તિના દમ પર ભારતે મોટી સફળતા મેળવી છે. મર્યાદા પુરુષોત્ત્।મ ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણની લગભગ ૫૦૦ વર્ષ જૂની ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પાછી મળવા જઈ રહી છે.  કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ ને લંડન સ્થિત હાઈ કમિશનમાં આ ત્રણેય મૂર્તિઓ સોંપવામાં આવી.

અત્રે જણાવવાનું કે તામિલનાડુના એક મંદિરમાંથી ૪૦ વર્ષ પહેલા આ મૂર્તિઓ ચોરી થઈ હતી જે ૧૫મી સદીની હોવાનું કહેવાય છે. બ્રિટિશ પોલીસે મંગળવારે લંડનમાં આ મૂર્તિઓને ભારતીય દૂતાવાસને સોંપી દીધી. સંસ્કૃતિ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી અપાઈ. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલ,  લંડન સ્થિત દૂતાવાસમાં ત્રણ પ્રતિમાઓ સોંપવા અંગે યોજાયેલા સમારોહમાં ડિજિટલ માધ્યમથી સામેલ થયા હતા.

પોતાના સંબોધનમાં સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે આ હર્ષનો વિષય છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ વિદેશમાંથી આપણને ફકત ૧૩ મૂર્તિઓ પાછી મળી હતી.

પરંતુ ૨૦૧૪થી લઈને અત્યાર સુધીમાં ૪૦થી વધુ પ્રતિમાઓ પાછી લાવવામાં સફળ રહ્યાં છીએ અને આવનારા વર્ષોમાં હજુ વધુ કલાકૃતિઓ પાછી લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે અમે વાગ્દેવીની પ્રતિમાને ભારત પાછી લાવવા માટે બ્રિટિશ સંગ્રહાલય સાથે વાતચીત કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે પીત્ત્।ળની બનેલી ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ ભારતીય ધાતુ કલાનો બેજોડ નમૂનો છે. આ મૂર્તિઓને તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં આવેલા વિજયનગર કાળના એક મંદિરમાંથી ૧૯૭૮માં ચોરી કરાઈ હતી.

(11:26 am IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST