Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં અમુક સ્ટેટ તથા શહેરોમાં ભારતીયો તથા એશિયન કોમ્યુનિટીના મતો નિર્ણાયક ભાગ ભજવી શકે છે.તેથી તેઓના મતો અંકે કરવા રાજકીય પક્ષો વચ્ચે હોડ શરૂ થઇ ગઈ છે.
તાજેતરમાં  ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ   ( AAPI ) દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ 66 ટકા ભારતીયોનો ઝોક  ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી જોવા મળ્યો છે.જયારે રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફી ઝોકમાં પણ અગાઉ કરતા  વધારો જોવા મળ્યો છે.જે 28 ટકાએ પહોંચેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મતદારોની સંખ્યા  ફ્લોરિડામાં 87 હજાર ,પેંસીલેનીયામાં 61 હજાર ,જ્યોર્જિયામાં 57 હજાર ,મિચીગનમાં 45 હજાર ,નોર્થ કેરોલિનામાં 36  હજાર ,તથા ટેક્સાસમાં 1 લાખ 60 હજાર જેટલી થવા જાય છે.જેઓનો ઝોક ગમે ત્યારે ફરી શકે છે.
રાજકીય પંડિતોના મતે વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હસન ,તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વધી રહેલી લોકપ્રિયતા ,તથા ભારતીયોના મતોની સંખ્યા અમેરિકાની પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

(11:54 am IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST