Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેશના થયેલા ૩૭ ટકા મોત મહારાષ્ટ્રમાંથી

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૧ લાખને પાર

નવી દિલ્હી તા.૧૭ : ભારતમાં કોરોના સંક્રમણની અસર તેજીથી વધી રહી છે અત્યાર સુધીમાં દેશમાં પ૧ લાખથી વધુ કેસ આવી ચુકયા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારષ્ટ્રની છે જયા એક દિવસમાં ર૩,૩૬પ નવા કેસ આવ્યા છે તેની સાથેજ રાજયમાં અત્યાર સુધીમાં કોરોના કુલ કેસ ૧૧.રપ લાખે પહોંચ્યા છે.

એટલુજ નહી જયારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૮૩ હજારથી વધુના મોત થયા છે. બીજીબાજુ એકલા મહારાષ્ટ્રમાં ૩૦પ૮૩ મોત થયા છે.  એટલે કે દેશમાં થયેલા કુલ ૩૭ ટકા મોત મહારાષ્ટ્રથી જ છે.

સંક્રમિત રાજયોમાં બીજા નંબર આંધ્રપ્રદેશનો છે. જયાં એક દિવસમાં ૮૮૩પ નવા કેસ નોંધાયા છે તેની સાથે જ રાજયમાં હવે પીડીતોનો આંકડો પ,૯ર,૭૬૦ થયો છે ત્રીજા નંબરે પ લાખ ૧૯ હજારથી વધુ કેસોની સાથે તામિલનાડુ પહોંચ્યુ છે. જયારે ચોથા નંબર કર્ણાકટમાં ૪ લાખ ૮૪ હજાર કેસ છે ત્રીજા નંબરે તામીલનાડુમાં ૮પપ૯ મૃત્યુની સરખામણીએ કર્ણાટકમાં હાલમાં ૭પ૩પ દર્દીના મોત થયા છે.

હાલમાં ભારત માટે, રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી ૭૮ ટકા એટલે કે ૪૦ લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા ર૪ કલાકમાં ૮૩ હજારથી વધુ સ્વસ્થ થયા છે.

(12:57 pm IST)