Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ટૂંક સમયમાં જ ભારતમાં ઉપલબ્ધ થશે કોરોના વેકસીન

સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં સરકારની કોરોના અંગેની તમામ રણનીતિ અંગે જણાવ્યું

નવી દિલ્હી તા. ૧૭ :.. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહયું કે છેલ્લા કેટલાક મહિનાથી રાજય અને કેન્દ્રની સરકાર કોરોના વિરૂધ્ધ જંગ લડી રહી છે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ મળીને કોરોનાની લડાઇ લડી રહ્યું છે ૭ જાન્યુઆરીએ ડબલ્યુએસઓ ને સુચના મળી હતી કે ચીનમાં  કોરોનાનો કેસ મળ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રાજયસભામાં જણાવ્યું કે જૂલાઇ-ઓગસ્ટમાં ભારતમાં ૩૦૦ મિલિયન કોરોના કેસ અને પ-૬ મિલિયન મૃત્યુની વાત કરવામાં આવી હતી. ૧૩પ કરોડના આ દેશમાં રોજન ૧૧ લાખ ટેસ્ટીંગને પાછળ છોડી દેશું.

વધુમાં ઉમેર્યુ કે સરકારે કોરોના અંગે મોડું કર્યુ નથી. તેઓએ કહયું કે ૭ તારીખે ડબલ્યુએચઓ. એ કોરોનાનો ઉલ્લેખ કર્યો. અને ૮ જાન્યુઆરીથી બેઠકો શરૂ કરવામાં આવી છે.

રાજયસભામાં સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહયું કે ભારત અન્ય દેશોની જેમ જ પ્રયત્ન કરી રહયું છે. પીએમના માર્ગદર્શનમાં એક વિશેષજ્ઞોનું એક સમૂહ દેખરેખ રાખી રહયું છે અને અમારી પાસે યોગ્ય યોજનાઓ છે. અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં વેકસીન ઉપલબ્ધ થશે.

સ્વાસ્થ્ય મંત્રીએ સંસદને કોરોના સંક્રમણના કેસમાં દેશની સ્થિતિ તેનાથી લડવા માટે સરકારની સંપૂર્ણ રણનીતિ જણાવીને કહયું કે દેશમાં મૃત્યુઆંક ઓછો છે અને તેમના પ્રચારને રોકવા માટે ઉઠાવેલા પગલા સફળ થયા છે. કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, યુ.પી., દિલ્હી, આસામ, કેરળ, પં.બંગાળ, બિહાર, તેલંગાણા, ઓડીસા અને ગુજરાતમાં છે.

(3:31 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST