Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મોદી રૂ.૨૦૦૦ની નોટ જારી કરવા માંગતા ન્હોતા

પીએમના સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાનો દાવોઃ કેટલીક યાદો વાગોળી : એક જ લક્ષ્ય છે... સબ કા સાથ સબકા વિકાસઃ રાષ્ટ્ર વિકાસઃ સંકટ તેમને હચમચાવી નથી શકતાઃ તેમના હૃદયમાં ભેદભાવ જેવી કોઇ વાત નથી

નવી દિલ્હી, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર તેમના મુખ્ય સચિવ રહેલા નૃપેન્દ્ર મિશ્રાએ પોતાના અનુભવો શેર કર્યા છે. નૃપેન્દ્ર મિશ્રાએ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ રહ્યા છે. તેમણે કાર્યકાળ દરમિયાનની જૂની યાદો જણાવી છે. તેમણે લખ્યું છે કે વડાપ્રધાન મોદીને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મંચ પર તેમના નેતૃત્વકારી ભૂમિકા માટે વિશ્વ સ્તર પર સ્વીકાર કરવામાં આવે છે. ત્યાં સુધી કે રાજકીય વિરોધીઓએ પણ તેમની નિર્વિવાદ લોકપ્રિયતાને સ્વીકાર કરી છે. વડાપ્રધાનની દરેક વાત પર ધ્યાન આપવામાં આવે છે. તેમની દરેક બાબતો પર લોકોની નજર રહે છે. આમ છતાં તેમના વિશેની દ્યણી વાતો લોકોને નથી ખબર. તેમાં ઘણી બાબતો છુપાયેલી છે.

નૃપેન્દ્ર મિશ્રાએ તેમની સાથે જૂની યાદોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે તેમની (વડાપ્રધાન મોદી) સાથે વાત કરી છે, તેમના હૃદયમાં ભેદભાવ જેવી કોઈ વાત કયારેય નથી આવી. વડાપ્રધાનની જનધન યોજનાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ મહત્વકાંક્ષી યોજના છે જે એક શાનદાર સફળતા અને લાખો જરુરિયાતમંદો માટે સહાયતાના રુપમાં સામે આવી. આ મહામારીના સમયમાં આ જ ખાતાનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે રુપિયા ટ્રાન્સફર કરી શકાયા, જેમાં પીએમ ગ્રામીણ રોજગાર અને ઉજ્જવલા યોજનાનો સમાવેશ થાય છે. ઉજ્જવલા હેઠળ ગેસ સિલિન્ડરનું વિતરણ, ગરીબો માટે ઘર બનાવવા માટે તેમના નિર્દેશ હંમેશા સ્પષ્ટ રહે છે. 'સબકા સાથ સબકા વિકાસ' સિવાય રાષ્ટ્ર વિકાસ તેમનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે.

પોતાના પહેલા કાર્યકાળ માટે શપથ લીધા બાદ તેમણે એ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે બેઠક કરી જેઓ સમારોહમાં શપથ ગ્રહણ માટે આવ્યા હતા. વિદેશ મામલે તેમને ઓછા આંકનારા લોકોને તેમના આ નિર્ણય ચોંકાવી દીધા. વડાપ્રધાન સારા પાડોશી સંબંધોના સંદેશને લઈને સંપૂર્ણ કોશિશમાં હતા કે જેમાં ભારતના તમામ પાડોશી દેશોમાં મધૂર સંબંધ હોય. શરુઆતમાં જ એ સંદેશ ગયો કે તેઓ સાઉથ બ્લોકની ફાઈલોમાં અડચણરુપ નહીં બને. વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું કે ૭૦ વર્ષના ભારને કોઈ જગ્યા નથી અને તેમની વિદેશ નીતિ જબરજસ્તીથી નહીં ચાલે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિદેશ નીતિમાં ઈઝરાઈલ અને તાઈવાનમાં સતારાત્મક ઝલક જોવા મળી. જોકે, તેમની લાહોર યાત્રાને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમની લાહોરની આશ્ચર્યજનક યાત્રા જણાવે છે કે તેઓ પાડોશીઓ સાથે કેવો સંબંધ ઈચ્છતા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના આમંત્રણને સ્વીકારીને તેઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમણે દરેક જૂની વાતોને પાછળ છોડીને દ્વિપક્ષીય સંબંધોને સુધારવાની દિશામાં પહેલ કરી. આ પાકિસ્તાનનું દુર્ભાગ્ય છે કે એ દેશમાં પોતાના ખોટા સ્વાર્થના કારણે શાંતિ અને સમૃદ્ઘિની પહેલને નકારી દીધી. રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રીય કરીને તેમણે સાઉદી અરબ અને યુએઈ સાથે વિશેષ રુપથી ખાડી દેશોમાં સંબંધો બનાવ્યા. પોતાના અંતિમ ૧૫ ઓગસ્ટના ભાષણમાં વડાપ્રધાન મોદીએ એ પાડોશી દેશોનો પણ ઉલ્લેખ કર્યો જેમની સાથે આપણી ભૌગોલિક સરહદો જોડાયેલી નથી. અમેરિકા, રશિયા, યુરોપ. જાપાન સાથે દક્ષિણ એશિયાના લોકો સાથે સંબંધો મજૂબત થઈ ગયા છે. આંતરાષ્ટ્રીય મંચ પર શ્ફલ્ઘ્ની ખુર્શી માટે મોટા ભાગના દેશોનું સમર્થન આ વાતને દર્શાવે છે. મોદીએ RCEP (Regional Comprehensive Economic Partnership)થી હાથ ખેંચીને આંતરાષ્ટ્રીય સમુદાયોને ચોંકાવી દીધા.

 જળવાયુ પરિવર્તનમાં કોઈ સમજૂતી નહીં

આ રીતે અમેરિકા સાથે સારા સંબંધની માગ કરતા મોદીએ દેશની વિરુદ્ઘમાં જળવાયુ પરિવર્તન પર સમજૂતી ના કરી. વડાપ્રધાન કોઈ પણ મંચ પરથી પોતાની વાતને નિર્ભય રજૂ કરે છે. સરહદ પર ટ્રાન્સગ્રેશન સામે દૃઢ જવાબ આપ્યો છે, તે દર્શાવે છે કે દેશ ભડકાવનારી વાતો સહન કરવાથી આગળ વધી ગયો છે.

વિચારોની એકદમ ખુલ્લી છૂટ

વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં ભાગ લેવાનો અનુભવ છે, તેઓ વિચારોના આદાન-પ્રદાન માટે ખુલ્લી સ્વતંત્રતા આપે છે. તેમની સાથે વાતચીત હંમેશા એક સ્પષ્ટ સંવાદ રહ્યો છે. તેમણે વ્યકિતને મળતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળમાં હોય તેવું દર્શાવ્યું નથી અને અલગ-અલગ વલણોને ધ્યાનથી સાંભળે છે. એવા ઉદાહરણ સામે આવ્યા છે, જયાં તેમણે સલાહ અને મંતવ્યોનું સંપૂર્ણ સમર્થન કર્યું છે.

૨૦૧૬માં નોટબંધીની તૈયારી દરમિયાન વડાપ્રધાન ૨૦૦૦ રુપિયાની નવી નોટો જારી કરવાના વિચાર સાથે સહમત નહોતા, પરંતુ એ લોકોના વિચારોને તેમણે સ્વીકાર્યા જેમણે જણાવ્યું હતું કે, ઊંચા મૂલ્યની નોટને ઝડપથી છપાવી શકાશે અને નાણાની અછત પૂર્ણ કરી શકાશે. તેઓ સંપૂર્ણ રીતે પોતાના નિર્ણયના માલિક હતા અને પોતાના સલાહકારોને કયારેય દોષ નહોતા આપતા. આ જ રીતે વ્યાજ દર, નાણાકીય ખાધ અને નાણાકીય સંસ્થાઓના માળખાકીય સુધાર વિશેના નિર્ણય સંપૂર્ણ રીતે તેમના વિચારો સાથે થઈ શકે તેમન નહોતા, પરંતુ સંસ્થાઓની અખંડતામાં વિશ્વાસના રુપમાં તેઓ આવા તમામ નિર્ણયોમાં તેમની પાછળ ઉભા રહેતા હતા.

સંકટ તેમને હચમચાવી નથી શકતા

તેઓ આજે ૭૦ વર્ષના થઈ ગયા છે, પરંતુ તેમની ઉર્જા, જુસ્સો અને આત્મવિશ્વાસ આજે પણ કાયમ છે. દ્યણાં સંકટોએ તેમને પ્રભાવિત નથી કર્યા અને તેઓ વિકાસ અને શાંતિના લક્ષ્યોનું પ્રમાણિકતા સાથે પાલન કરે છે. જટિલ મુદ્દા સામે ટકરાવા છતાં તેમની ક્ષમતા અને આત્મવિશ્વાસ દેશના ૧૩૫ કરોડ લોકોમાં તેમના પર પુરા ભરોસાના કારણે મજબૂત બને છે.

(3:33 pm IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST