Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ

વોશિંગટન : ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસૂદનું  મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.તે અમેરિકા ઉપર લોન વુલ્ફ હુમલો કરાવવાની સાજીશમાં હતો . તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનો આરોપ છે.
આ ડોક્ટર પોતાનો બચાવ કરવા સક્ષમ છે કે કેમ તે જાણવા માટે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું નક્કી થયું છે.મિનિયાપોલીસ સેંટ પોલ એરપોર્ટ ઉપરથી 19 માર્ચના રોજ તેની ધરપકડ કરાઈ હતી.
મસૂદ વર્ક વિઝા મેળવી અમેરિકા આવ્યો હતો.તેના વકીલે જણાવ્યું હતું કે તે અદાલતની કાર્યવાહી સમજી શકતો નથી.તેથી અદાલતે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનો આદેશ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:59 pm IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST