Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેપસોંપમાં લાંબા સમયથી ભારતીય જવાનોને પ્રવેશ નહીં

લદ્દાખ ઘર્ષણમાં મહત્વના પોઈન્ટને ભૂલી જવાયો છે : ભારતીય સેના પોતાના વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી પગ મૂકી શકી નથી : ચીને પોતાની બે બ્રિગેડ તૈનાત કરેલી છે

લદ્દાખ, તા. ૧૭ : લદ્દાખ મોરચે ગલવાન ખીણ અને પેંગોંગ લેક વિસ્તારમાં ભારત અને ચીની સેના વચ્ચે  થયેલા ઘર્ષણ પછી ભારતીય સેનાના જવાનો એ વિસ્તારમાં જઈ શકતા નથી એ વાત સાચી છે પણ દેપસોંગમાં તો છેલ્લા કેટલાય સમયથી ભારતીય જવાનોને પ્રવેશ અપાતો નથી. આ પ્રદેશ પણ ભારતીય ભૂમિમાં પડે છે પણ ભારતીય સેનાને જ પ્રવેશ નથી.

સુરક્ષાની બાબતો સાથે સંકળાયેલા જાણકારોના કહેવા પ્રમાણે દેપસોંગમાં ભારતે પોતાની જમીન નથી ગુમાવી પણ ભારતીય સેના પોતાના જ વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી પગ મૂકી શકી નથી. આ અધિકારીના કહેવા પ્રમાણે દેપસોંગ પ્લેન્સ વિસ્તારમાં ચીને પોતાની બે બ્રિગેડ તૈનાત કરેલી છે. જેના કારણે ભારત દ્વારા પરંપરાગત રીતે પેટ્રોલ પોઈન્ટ ૧૦ થી ૧૩ સુધીના વિસ્તારમાં જે પેટ્રોલિંગ થતું હતું તે અટકી ગયું છે.

ભારત માટે આ વિસ્તાર બહુ મહત્વનો છે. કારણકે, અહીંથી પૂર્વમાં કારાકોરમ પાસ નજીક ભારતનુ વ્યૂહાત્મક રીતે મહત્વનુ સ્થળ દૌલત બેગ ઓલ્ડી માત્ર ૩૦ કિલોમીટર દૂર છે. લદ્દાખના પહાડી વિસ્તારમાં આ જ વિસ્તાર એવો છે જ્યાં જમીન બિલકુલ સમતળ છે.એટલે જ તેને દેપસોંગ પ્લેન્સ કહેવામાં આવે છે.

નજીકમાં જ ભારતીય સેનાનુ આર્મી બેઝ હોવા છતા ભારત ડેપસોંગ પ્લેન્સના કેટલાક હિસ્સા પર ૧૫ વર્ષથી જઈ શકતું નથી. આ વિસ્તાર લગભગ ૯૭૨ સ્કેવર કિલોમીટર જેટલો થાય છે. હવે ભારતના સૈનિકોને ચીની સેના પેટ્રોલ પોઈન્ટ ૧૦ થી ૧૩ સુધી જતાં રોકે છે.

(9:48 pm IST)
  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST