Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના મહાસંગ્રામ : મધ્‍યપ્રદેશમાં કોરોનાના ર૪૬ર નવા કેસ નોંધાયા : કુલ કેસ વધીને ૯પપ૧પ થયા

નવી દિલ્‍હી : મધ્‍યપ્રદેશ સ્‍વાસ્‍થ્‍ય વિભાગના અનુસાર કોવિડ-૧૯ના ર૪૬ર નવા કેસ નોંધાયા. કેસ નોંધાયા પછી આની સંખ્‍યા વધીને ૯પપ૧પ થઇ ગઇ રાજયમાં બુધવારના આનાથી ર૪ લોકાો મોત થયા જે પછી મૃતકોની સંખ્‍યા ૧૮૪૪ થઇ ગઇ છે. મધ્‍યપ્રદેશમાં કોરોના વાયરસના સર્વાધિક ૧૭૯૪૦ કેસ ઇંદોરમાંથી મળ્‍યા છે.

(11:12 pm IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST