Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આ દશકમાં યુએસને પછાડી વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બની જશે ચીન : ભારતના પૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલે ની પ્રતિક્રિયા

ભારતના પૂર્વ વિદેશ સચિવ વિજય ગોયલેએ કહ્યું છેક ે ચીન આ દશકમાં અમેરિકાને પછાડી દુનિયાની સૌથી મોટી અર્થ વ્‍યવસથા બની જશે. જો કે એમણે  કહ્યું કે ચીનનું વર્ચસ્‍વ વર્તમાન અમેરિકી પ્રભુત્‍વથી મેળ નથી ખાતુ ચીન પહેલેથી જ દુનિયાની બીજી સૌથી મોટી અર્થ વ્‍યવસ્‍થા છે.

(11:19 pm IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST