Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ટેલીકોમ - દૂર સંચાર વિભાગે ભારતમાં ચીનના નેશનલ સ્‍ટેટિસ્‍ટિક બ્‍યુરોની અંગ્રેજી વેબસાઇટ પર પ્રતિબંધ મુકયો : સરહદ પરના તણાવને લઇ કેન્‍દ્રનું આકરૂ પગલું

નવી દિલ્લીઃ ટેલીકોમ દૂર સંચાર વિભાગે ભારતમાં ચીનના નેશનલ સ્‍ટેટિસ્‍ટિકસ બ્‍યુરોની અંગ્રેજી વેબસાઇટ પર પ્રતિબંધ મુકી દિધો છે. સરહદ પરના તણાવને લઇને કેન્‍દ્ર સરકારે આકરૂ પગલુ લીધુ છે.

જો કે, દરમિયાન ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ અને ચીનની સમાચાર એજન્સી સિન્હુઆ પર હજુ કોઈ કાર્યવાહી કરાઇ નથી.

વેબસાઇટને એક્સેસ કરતાં એક મેસેજ દેખાઈ રહ્યો છે, ''તમે વિનંતી કરેલ URL ને ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગના નિર્દેશ મુજબ] બ્લોક કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો"

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. પછી ભારતે મોટા પાયે ચીની મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન tiktok અને PUBG સહિત લગભગ અઢીસો જેટલી એપ્લિકેશનો શામેલ છે.

નોંધપાત્ર વાત છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે રાજ્યસભામાં ચીન વિશે નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે દેશના હિતમાં ભલે ગમે તેટલા મોટા કે કઠોર પગલાં લેવામાં આવે, ભારત પાછળ નહીં હઠે. તેમણે કહ્યું કે ભારત તો પોતાનું માથું ઝૂકાવવા માંગે છે અને કોઈનું માથું ઝુકાવવા માંગે છે.

તેમણે રાજ્યસભામાં એમ પણ કહ્યું કે LAC પર શાંતિની કોઈપણ ગંભીર પરિસ્થિતિનો દ્વિપક્ષીય સંબંધો પર ચોક્કસ અસર પડશે. બંને પક્ષોએ પણ આને ખૂબ સારી રીતે સમજવું જોઈએ.

સંરક્ષણ પ્રધાને કહ્યું, 'ભારત દરેક પગલા ભરવા માટે તૈયાર છે અને સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારા સૈનિકો ઉત્સાહિત છે. તે સાચું છે કે લદાખમાં આપણને એક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આપણે પડકારનો સામનો કરીશું. અમે દેશનું માથું નમાવવા નહીં દઈએ. અમારા સૈનિકો ચીની આર્મીની નજર સામે ઉભા છે.

ભારતમાં અગાઉ ઘણી ચીની એપ્સ પર મૂકાઈ ચૂક્યો છે પ્રતિબંધ

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. પછી ભારતે મોટા પાયે ચીની મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં લોકપ્રિય મોબાઇલ એપ્લિકેશન tiktok અને PUBG સહિત લગભગ અઢીસો જેટલી એપ્લિકેશનો શામેલ છે.

ચીનને લઈને રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાનનું નિવેદન

નોંધપાત્ર વાત છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે રાજ્યસભામાં ચીન વિશે નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે દેશના હિતમાં ભલે ગમે તેટલા મોટા કે કઠોર પગલાં લેવામાં આવે, ભારત પાછળ નહીં હઠે. તેમણે કહ્યું કે ભારત તો પોતાનું માથું ઝૂકાવવા માંગે છે અને કોઈનું માથું ઝુકાવવા માંગે છે.

તેમણે રાજ્યસભામાં એમ પણ કહ્યું કે LAC પર શાંતિની કોઈપણ ગંભીર પરિસ્થિતિનો દ્વિપક્ષીય સંબંધો પર ચોક્કસ અસર પડશે. બંને પક્ષોએ પણ આને ખૂબ સારી રીતે સમજવું જોઈએ.

સંરક્ષણ પ્રધાને કહ્યું, 'ભારત દરેક પગલા ભરવા માટે તૈયાર છે અને સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારા સૈનિકો ઉત્સાહિત છે. તે સાચું છે કે લદાખમાં આપણને એક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આપણે પડકારનો સામનો કરીશું. અમે દેશનું માથું નમાવવા નહીં દઈએ. અમારા સૈનિકો ચીની આર્મીની નજર સામે ઉભા છે.

(11:55 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST