Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કાલે રાજસ્થાનમાં ગુર્જર સમાજની મહાપંચાયત : ચાર જિલ્લામાં ઇન્ટરનેટ - સોશિયલ મીડિયા બંધ

હાઇકોર્ટે મંજૂરી આપતા ગુર્જર સમાજનો મહાપંચાયત બોલવવા નિર્ણંય

જયપુર : રાજસ્થાન હાઈકોર્ટે ગુર્જર અનામત સંઘર્ષ સમિતિને મહાપંચાયત બોલાવવાની મંજુરી આપી દીધી છે પરંતુ મહાપંચાયત બોલાવવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.જે માટેની પહેલી શરત એ છે કે ગુર્જર સમાજ તેના માટે જિલ્લા કલેક્ટરને એક ઉપક્રમ સોંપવો પડશે અને બીજી શરત એ છે કે આ મહાપંચાયત માટે 100થી વધારે લોકોની મંજુરી આપવામાં આવશે નહી.

રાજસ્થાન હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે ગુર્જર સમાજ શનિવારે 17 ઓક્ટોબરે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આ મહાપંચાયતને ધ્યાનમાં રાખીને 16 ઓક્ટોબરની મધ્યરાત્રીથી 17 ઓક્ટોબરની મધ્યરાત્રી સુધી રાજસ્થાનના બયાના, વીર, ભુસાવર અને ભરતપુર જિલ્લાના રૂપવાસમાં 2G, 3G અને 4G ઈન્ટરનેટ, વ્હોટ્સ એપ ફેસબુક, ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયાની સેવા બંધ રાખવામાં આવશે. જ્યારે વોઈસ કોલ સેવા શરૂ રહેશે.

(12:31 am IST)