Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અનંતનાગ જીલ્લાના લારનુ વિસ્તારમાં આતંકી અથડામણ;એક આતંકવાદીને ઠાર કરાયો

આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમનું સર્ચ ઓપરેશન

શ્રીનગર : આજે શનિવારે સવારે જિલ્લાના લારનુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ માં, એક આતંકવાદી માર્યો ગયો હતો. સુરક્ષા દળો ને આ મૃતક આતંકવાદીની ડેડબોડી સાથે એક એકે 47 રાઇફલ પણ મળી હતી. એવું માનવામાં આવે છે કે, વધુ આતંકવાદીઓ સુરક્ષા દળોના વર્તુળમાં ફસાયા છે, જેમને પકડવાનું કામ ચાલુ છે.

 અનંતનાગ જિલ્લાના લારનુ વિસ્તારમાં, સુરક્ષા દળો ને કેટલાક આતંકવાદીઓને છુપાયા હોવાના અહેવાલ મળ્યા હતા. તેના આધારે જ આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. સુરક્ષા દળોએ આ અથડામણ માં એક આતંકવાદીને ઠાર માર્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી સુરક્ષાદળોની અથડામણ બીજા આતંકીઓ સામે ચાલુ રહી હતી.

(12:18 pm IST)