Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ઓપનિંગમાં તેજી : દિવાળીની રજા બાદ ખુલતા બજારે સેન્સેક્સમાં 310 અંક ઉછળો, નિફ્ટી 12860ને પાર

બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં સુધારો

મુંબઈ : મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે આજે બજારમાં સારી તેજી જોવા મળી રહી છે. દિવાળીની રજાઓ બાદ ખુલેલા શેર બજારમાં સેન્સેક્સ 44,161.16 પર અને નિફ્ટી12,934.૦5ની મહત્તમ સપાટી ઉપર કારોબાર નોંધાવ્યો છે આ બંને સૂચકાંકોનું ઉચ્ચતમ સ્તર છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં પણ સેન્સેક્સ-નિફ્ટી ઑલ ટાઇમ હાઇ બન્યું છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૦.૭ અને નિફટી ૦.૬ ટકાની વૃદ્ધિ દેખાડી ચુક્યા છે. શનિવારે દિવાળીના શુભ પ્રસંગે મુહૂર્તાના વેપારના દિવસે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.82 ટકા મજબૂતીનોંધાવી છે જ્યારે આઈટી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

(11:03 am IST)