Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

વિશ્વ સામે સૌથી મોટી સમસ્યા આતંકવાદઃબ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના પાકિસ્તાનને ઘેર્યું

આતંકવાદને સમર્થન આપનારા દેશો પણ દોષી, આવા દેશોનો પણ વિરોધ થવો જોઇએ

વડાપ્રધાન મોદીએ બ્રિકસ સમ્મેલનમાં પાકિસ્તાનને નામ લીધા વિના આતંકવાદ મુદ્દે ઘેર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે આતંકવાદને સમર્થન આપનારા દેશો પણ દોષી છે. તેથી આવા દેશોનો પણ વિરોધ થવો જોઇએ.

 પીએમ મોદીએ 12મા બ્રિકસ શિખર સમ્મેલનની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હતો. તેમણે વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સંબોધન કરતા આતંકવાદનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આજે વિશ્વ સામે સૌથી મોટી સમસ્યા આતંકવાદની છે. આપણે નક્કી કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન કરનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે. ઉપરાંત આ સમસ્યાનો સંગઠિત થઇને સામનો કરવો જોઇએ

પીએમ મોદીએ જણાવ્યું કે અમે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એક વ્યાપક રિફોર્મ પ્રોસેસ શરૂ કરી છે. આ અભિયાન એ વિશ્વાસ પર આધારિત છે કે એક સેલ્ફ રેલિએન્ટ 9  અને રેસિસ્ટન્ટ ભારત પોસ્ટ કોવિડ વૈશ્વિક અર્થતંત્ર માટો ફોર્સ મલ્ટીપ્લેર થઇ શકે છે. ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં એક મજબૂત યોગદાન આપી શકે છે

પીએમ મોદીએ કહ્યું કે આનું ઉદાહરણ આપણે કોરોના દરમિયાન જોયું. જ્યારે ભારતીય ફર્મા ઉદ્યોગની ક્ષમતાના કારણે અમે 150થી વધુ દેશોને જરુરી દવાઓ મોકલી શક્યા. અમારી વેક્સિન ઉત્પાદન અને ડિલીવરી ક્ષમતા પણ માનવતા હિતમાં કામ આવશે.

પીએમ મોદીએ જણાવ્યું કે 2021માં બ્રિકસના 15 વર્ષ પુરા થવાના છે. ગત વર્ષોમાં અમારી વચ્ચે લેવાયેલા વિવિધ નિર્ણયોના મુલ્યાંકન માટે અમારા શેરપા એક રિપોર્ટ બનાવી શકે છે. 2021માં અમારી ક્ષમતા મજબ અમે બ્રિક્સના ત્રણ સ્તંભોમાં ઇન્ટ્રા-બ્રિકસ સહયોગને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશું

 

પીએમ મોદીએ જણાવ્યું કે આ મુશ્કેલ કાર્યમાં રશિયાના નેતૃત્વમાં લોકોના પરસ્પર કનેક્શને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણા પગલાં લેવાયા છે. જેમ કે બ્રિકસ ફિલ્મ સમારંભ, યુવા વિજ્ઞાનીની બેઠક વગેરે. ભારત બ્રિકસ દેશોની વચ્ચે ડિજિટલ આરોગ્ય અને પારંપરિક ચિકિત્સાને પ્રોત્સાહન આપશે.

 LAC પર ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવની સ્થિતિ છે, ત્યારે આજે એક વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આમને-સામને થશે, તેવું મનાતુ હતું. પરંતુ આ સમ્મેલન વર્ચ્યુઅલ હોવાથી રુબરુ મુલાકાત થવાની નહતી.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે આયોજિત 12માં બિક્સ  શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે યોજાશે. in news

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ વખતના BRICS સંમેલનની (BRICS Summit 2020) થીમ વૈશ્વિક સ્થિરતા, સહિયારી સુરક્ષા અને વિકાસ રહશે. ઉલ્લેખનીય છે કે, બ્રિક્સ દેશોના સંગઠનમાં 5 ઝડપથી વિકસતી જતી અર્થ વ્યવસ્થા ધરાવતા દેશો છે

(7:29 pm IST)