Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

શ્રીનગરના નૂરબાગમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ ઉપર ગોળીબાર કર્યો

આતંકવાદીઓ તેમના હથિયારોને છોડીને ભાગી ગયા : એક પિસ્તોલ અને એકે 47 નો સમાવેશ

શ્રીનગર :આતંકવાદીઓ શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં હથિયારો છોડીને ભાગી ગયા હતા. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી સુધી આતંકીઓની શોધ ચાલુ છે. આતંકવાદીઓએ નૂરબાગ વિસ્તારમાં સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

કાશ્મીર ઝોનની પોલીસે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “શ્રીનગરના નૂરબાગમાં આતંકવાદીઓને ઘેરો ઘાલતી વખતે પોલીસની એક નાની ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.” પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓ કેટલાક હથિયારો છોડીને ભાગી ગયા હતા. “એવું લાગે છે કે આતંકવાદીઓ તેમના હથિયારોને છોડીને ભાગી ગયા હતા. જેમાં એક પિસ્તોલ અને એકે 47 નો સમાવેશ થાય છે.

શુક્રવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં બિહારના એક પોલીસ કર્મચારી અને એક મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી. તેમણે કહ્યું કે સાંજે 6.05 વાગ્યે આતંકવાદીઓએ બન્ટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શર્માને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

બાદમાં, રાત્રે 8.50 વાગ્યે, આતંકવાદીઓએ ફરી હુમલો કર્યો અને શંકર ચૌધરી (35) તરીકે ઓળખાતા બિહારના એક મજૂરની હત્યા કરી હતી. તે બિહારના કટિહાર જિલ્લાનો રહેવાસી છે. તેણે કહ્યું કે ચૌધરી કુલગામના DH પુરા વિસ્તારના નિહામામાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો.

(10:08 pm IST)