Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ચીનની શરત ફગાવી પૈંગોંગથી સાથે જ હટવા ભારતનું દબાણ

સરહદ પર તણાવ ખતમ કરવા ભારત-ચીનની વાતચીત : સરહદ વિવાદ ખતમ કરવા ચીને શરત રાખી હતી પણ ભારતે બન્ને તરફથી સેના હટશે એમ સ્પષ્ટ કહ્યું છે

નવી દિલ્હી,તા.૧૭ : પૂર્વ લદાખ સરહદ પર તણાવ ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીનના ઈરાદા સફળ નથી થઈ રહ્યા. તેણે શરત રાખી હતી કે પહેલા ભારતીય સેના પૈંગોંગ લેકના દક્ષિણ કિનારા પર એડવાન્સ્ડ પોઝિશનથી પાછળ જાય. ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે, જો સેનાઓ હટશે તો બંને તરફથી હટશે. એક તરફની એક્શન નહીં હોય. ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, ભારતે ચીનના અતિક્રમણનો જવાબ આપતા સાત જગ્યાઓ પર લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલને પાર કરી છે. ઓગસ્ટના અંતમાં ભારતીય સૈનિકોએ ચુશૂલ સબ-સેક્ટરમાં પોતાના પેટ્રોલિંગ પોઈન્ટથી આગળ જઈને એડવાન્સ્ડ પોઝિશન્સ પર પકડ કરી. હવે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે. બીજી તરફ ચીની ટુકડીની નજર પણ સ્પાંગુર ગૈપની સાથે મોલ્દો પર છે. આ ઘટના ક્રમ બાદ ચીનનું વર્તન બદલાયું છે. રિપોર્ટ મુજબ, આપણે સાત જગ્યાઓ પર ન્છઝ્ર પાર કરી છે. ન્યૂઝપેપરમાં સૂત્રના ઉલ્લેખની કહેવાયું છે કે, શું તમને લાગે છે કે ચીન હવે ટેબલ પર વાતચીત માટે તૈયાર છે? તેમણે કહ્યું, હાલની વાતચીતમાં તે ઈચ્છતા હતા કે ભારત પહેલા દક્ષિણ કિનારાની પોઝિશન ખાલી કરી દે.

             ભારતે માગણી કરી કે એક સાથે બંને પક્ષ લેકના બંને કિનારાથી પાછળ હટે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન પાસે કોર કમાન્ડર સ્તર પર સાત રાઉન્ડ વાતચીત થઈ ચૂકી છે. રાજનીતિક સ્તર પર પણ ચીનના વલણને લઈને ભારત સાવધાન છે. મોસ્કોમાં બંને દેશોના રક્ષા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની વાતચીત છતા જમીન પર ચીનની અકડ બદલાઈ નથી. ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું, હાલમાં એલએસી પર સ્થિતિ એવી જ છે. પરંતુ હવે ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. ઘણી જગ્યાઓ પર તાપમાન માઈનસ ૧૦ સુધી પહોંચી ગયું છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં અહીં તાપમાન માઈનસ ૩૦થી ૪૦ સુધી પહોંચી જશે. શક્ય છે કે ચીન તે સમયે પોતાના સૈનિકોની સંખ્યા થોડી ઓછી કરે. ઈર્સ્ટર્ન લદાખમાં પૈંગોંગ લેકના ઉત્તર કિનારે એટલે કે ફિંગર એરિયામાં ફિંગર-૪ પાસે, પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે રિજાંગ લા, રિચિંગ લા પાસે પણ ભારત અને ચીનના સૈનિકો આમને-સામને છે. આ ઉપરાંત પીપી-૧૭ અને ડેપસાંગ વિસ્તારમાં પણ બંને દેશોના સૈનિકો આમને સામને છે.

(12:00 am IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST