Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મોટો ખુલાસો : ગોંડામાં પૂજારી પર કરાયેલ હુમલો નકલી : બહારથી શૂટર બોલાવી પોતાના પર જ કરાવ્યો ગોળીબાર

મહંત સીતારામ દાસ સહિત 7 લોકોની પોલીસે ધરપકડ : મંદિરની લગભગ 120 વિધા જમીનનો વિવાદ: વિરોધીયોને ફસાવવા માટે આ ચાલ રચવામાં આવી

ઉત્તર પ્રદેશના ગોંડામાં પૂજારીને ગોળી મારવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. રામજાનકી મંદિર મનોરમાના પૂજારી મહંત સીતારામ ગાસ પર જીવલેણ હુમલો કરવામાં સંડોવાયેલા મહંત સીતારામ દાસ સહિત 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘટનામાં સામેલ હોવાના સબૂત તરીકે કેટલોય સામાન અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, બાબા સીતારામ દાસે જ પૂજારી સમ્રાટ દાલ પર હુમલો કરાવ્યો હતો. વિરોધીયોને ફસાવવા માટે આ ચાલ રચવામાં આવી હતી.

પોલીસે તેમની તપાસ બાદ જણાવ્યુ છે કે, તિર્રેમનોરમાના પ્રધાન વિનય સિંહ તથા મંદિરના મહંત સીતારામ દાસે સાથે મળીને આ ઘટનાનું ષડયંત્ર રચ્યુ છે. મંદિરની લગભગ 120 વિધા જમીન છે. જેનો વિવાદ ચાલી રહ્યો હતો.

એસપીએ જણાવ્યુ હતું કે, આ મામલામાં આરોપીઓ પર જીવલેણ હુમલો, 120 સહિતની કલમો અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહંત સીતારામ દાસ, પ્રધાન વિનય સિંહ, મુન્ના સિંહ, વિપિન દ્વિવેદી, સોનૂ સિંહ, શિવશંકર સિંહ તથા નીરજ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ષડયંત્રમાં સામેલ પૂજારી સમ્રાટ દાસનું પોલીસની દેખરેખ હેઠળ લખનઉની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે પ્રધાનનો પુત્ર આરોપિ સૂરજ પોલીસની પકડથી ફરાર છે. જેના પાંચ મોબાઈલ, ત્રણ તમંચા અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

(12:00 am IST)