Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ક્રૂઝ મિસાઇલનું અરબ સાગરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયુ

સૈન્ય શક્તિનો ભારતને વધુ એક મોટી સફળતા : ભારતીય નૌસેનાએ જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી,તા.૧૮ : સૈન્ય શક્તિનો વિસ્તાર કરી રહેલા ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય નૌસેનાએ રવિવારે અરબ સાગરમાં પોતાની જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મળતી જાણકારી મુજબ બ્રહ્મોસે પોતાના ટાર્ગેટને ચોકસાઇથી વેધી દીધું છે. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. તેને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવા અંગેની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે. નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ૪૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે.

બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલ ભારતીય નૌસેનાને દિવસ કે રાત કોઈ પણ સમયે અને કોઇ પણ મૌસમની સ્થિતિમાં સમુદ્ર કે જમીન પર કોઈ પણ ટાર્ગેટ પર પિનપોઇન્ટ ચોકસાઇ સાથે લાંબા અંતરથી હુમલો કરવા ક્ષમતા પ્રદાન કરે છે. આ પહેલા ભારતે શુક્રવાર રાત્રે ઓડિશાના એક પરીક્ષણ કેન્દ્રથી સેનાના પ્રાયોગિક પરીક્ષણ હેઠળ પરમાણુ વિસ્ફોટક લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે જમીનથી જમીન પર માર કરનારી અત્યાધુનિક મિસાઇલને બાલાસોરની નજીક ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્ર (આઇટીઆર)ના પ્રક્ષેપણ પરિસર-૩થી રાત્રે લગભગ સાડા સાત વાગ્યે છોડવામાં આવી અને પરીક્ષણ સફળ રહ્યું. થોડા દિવસો પહેલા ભારત જમીનથી જમીન પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના આ નવા સંસ્કરણનું એક પરીક્ષણ કરી ચૂક્યું છે. તેની સાથે જ વિકિરણ રોધી મિસાઇલ રૂદ્રમ-૧ સહિત અનેક મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેઝર નિર્દેશિત ટેક્ન રોધી મિસાઇલ અને પરમાણુ ક્ષમતાવાળી હાઇપર સોનિક મિસાઇલ 'શૌર્યલ્લનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂદ્રમ-૧ના સફળ પરીક્ષણને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે તે ભારત દ્વારા વિકસિત પહેલું વિકિરણ રોધી હથિયાર છે.

(7:23 pm IST)
  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST

  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST