Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

કોરોનાકાળમાં પ્રાયમરી માર્કેટમાં તેજીઃ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6242.5 કરોડ 8.5 કરોડના IPO આવ્યા

રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ટેલિકોમ સૌથી વધુ સક્રિય

મુંબઇઃ કોરોના સંકટકાળ વચ્ચે પણ જુલાઇથી સપ્ટેમ્બરનો ત્રિમાસિક ગાળો પ્રાયમરી માર્કેટ માટે એકંદરે પ્રોત્સાહક રહ્યો છે. અર્ન્સ્ટ એન્ડ યંગ (EY)ના એક રિપોર્ટ મુજબ આઠ ભારતીય કંપનીઓ સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન 85 અબજ ડોલર (લગભગ 6242.5 કરોડ રૂપિયા)ના આઇપીઓ જારી કર્યા અને ચાલુ નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળો પ્રાયમરી માર્કેટમાંથી નાણાં એક્ત્ર કરવાના મામલે એકંદરે સારો રહ્યો છે.

EY ઇન્ડિયાની 'આઇપીઓ ટ્રેન્ડ રિપોર્ટ થર્ડ ક્વાર્ટર-2020'ના મતે રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ટેલિકોમ સૌથી વધુ સક્રિય ક્ષેત્રે રહ્યા અને તેમાંથી પ્રત્યેક બે આઇપીઓ રજૂ કરવામાં આવ્યા. સંખ્યાની દ્રષ્ટિએ 2020ના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આઠ આરંભિક જાહેર ભરણાં (આઇપીઓ ઇશ્યૂ) આવ્યા હતા, જે એક વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 12 હતા. અલબત આ 12 કંપનીઓએ આઇપીઓ મારફતે 65.19 કરોડ ડોલરની રકમ એક્ત્ર કરી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 85 કરોડ ડોલર એક્ત્ર કરવામાં આવ્યા છે. આ દરમિયાન માઇન્ડસ્પેસ બિઝનેશ પાર્ક આરઇઆઇટીનો આઇપીઓ સૌથી મોટો હતો ને તેણે બજારમાંથી 60.2 કરોડ ડોલર એક્ત્ર કર્યા હતા.

(8:02 pm IST)