Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

તાઈવાન ઉપર કબજા માટે ચીનની સેનાને સજ્જ કરાઈ

સરહદે તૈનાત કરી મિસાઈલો : ચીની સેનાની તાઈવાન સરહદે ડીએફ-૧૭ હાઈપરસોનિક મિસાઈલ અને એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને તૈનાત

બેઈજિંગ,તા.૧૮ : ચીનની સેના ફરી એકવખત તાઈવાન પર મોટા હુમલાની તૈયારી કરી રહી છે. તાઈવાન સરહદે ચીને ડીએફ-૧૭ હાઈપરસોનિક મિસાઈલ અને એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને તૈનાત કરી છે. ચીને આ વિસ્તારમાં પોતાના સૈનિકો પણ વધાર્યા છે. ઘણા ડિફેન્સ એક્સપર્ટસે ચિંતા વ્યક્ત કરી છે કે આ ક્ષેત્રમાં પોતાના શક્તિશાળી હથિયારોની તૈનાતી કરી ચીન સીધે-સીધું તાઈવાનને ધમકી આપી રહ્યું છે. ચીન પહેલા જ આ ક્ષેત્રમાં ડીએફ-૧૭ અને ડીએફ-૧૫ મિસાઈલોને તૈનાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે આ જૂની પડી ચૂકેલી મિસાઈલોને બદલે પોતાની હાઈપરસોનિક મિસાઈલ ડીએફ-૧૭ને તૈનાત કરશે. આ મિસાઈલ લાંબા અંતર સુધી ચોક્કસ નિશાન લગાવી શકે છે. એવામાં જો ચીન હુમલો કરે છે તો તાઈવાને પોતાની સુરક્ષા માટે ચુસ્ત વ્યવસ્થા કરવી પડશે. ચીનની ડીએફ-૧૭ મિસાઈલ ૨૫૦૦ કિમી દૂર સુધી હાઈપરસોનિક સ્પીડથી પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે.

             આ મિસાઈલને પહેલી વખત ચીનની સ્થાપનાની ૭૦મી વર્ષગાંઠ પ્રસંગે પ્રદર્શિત કરાઈ હતી. આ મિસાીલ ૧૫,૦૦૦ કિમી વજનની અને ૧૧ મીટર લાંબી છે, જે પારંપરિક વિસ્ફોટકો ઉપરાંત ન્યૂક્લિયર વોરહેડને પણ લઈ જઈ શકે છે. સરળ ભાષામાં કહીએ તો આ મિસાઈલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે. કાંવા ડિફેન્સ રિવ્યુના એડિટર-ઈન-ચીફ આંદ્રેઈ ચાંગ મુજબ, સેટેલાઈટ ઈમેજથી જાણવા મળે છે કે, હાલના વર્ષોમાં ફુઝિયાન અને ગુંઆંગડોંગ પ્રાંતોમાં ચીને મરીન કોર્પ્સ અને રોકેટ ફોર્સના ઘણા નવા અડ્ડાઓ બનાવ્યો છે. આ બંને રાજ્ય તાઈવાનની નજીક સ્થિત છે. પૂર્વ અને દક્ષિણ થિયેટર કમાન્ડમાં કેટલીક મિસાઈલ અડ્ડાઓનો આકાર પણ હાલના વર્ષોમાં બેગણો થઈ ગયો છે.

          એવામાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈપણ ક્ષણે ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. ચીને તાઈવાન સરહદે રશિયા પાસેથી ખરીદેલી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી છે. તેનું શક્તિશાળી રડાર ૬૦૦ કિમી દૂરથી જ તાઈવાનની સેનાની મિસાઈલો, ડ્રોન અને ફાઈટર પ્લેનને શોધી લે છે. એસ-૪૦૦ની રડાર સિસ્ટમ આખા તાઈવાનને કવર કરવામાં સક્ષમ છે. તેમાં લાગેલી મિસાઈલો કોઈપણ ફાઈટર પ્લેનને તોડી પાડવા સક્ષમ છે. એટલું જ નહીં, ચીને આ વિસ્તારમાં પોાતના કથિત સ્ટીલ્થ ફાઈટર પ્લેન જે-૨૦ને પણ તૈનાત કર્યા છે. બીજા દેશો પર હુમલો કરવા માટે બનાવાયેલી ચીનની ૧૩ ફાઈટર બ્રિગેડમાંથી ૧૦ હવે તાઈવાન સરહદ પર તૈનાત છે. ચીને ૨૦૧૭થી જ પોતાના મરીન કોર્પ્સની હેડ ઓફિસ ગ્વાંગડોંગમાં બનાવી છે. જો, તાઈવાન પર કોઈ પણ હુમલો થાય છે, તો ચીનના નેવીનું તે સ્ટ્રેટેજિક સ્થળ બની શકે છે.

(9:18 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST