Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ખેડૂત સંગઠનોમાં આરોપ પ્રત્યારોપ: ગુરનામસિંહે શિવકુમાર કક્કાને આરએસએસના એજન્ટ કહ્યા

જવાબમાં શિવકુમારે કહ્યું કે તેમનું આવું નિવેદન ક્રિયાની પ્રતિક્રિયા છે ખેડૂત સંગઠનો આ આંદોલનનું રાજનીતિકરણ નહીં થવા દે

નવી દિલ્હી : દિલ્હીની સરહદો પર ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેની અંદર 40 કરતા પણ વધારે ખેડૂત અને મજૂર સંગઠનો સામેલ છે. જેઓ આ આંદોલમનનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂત સંગઠનોની અંદર ડખ્ખો શરૂ થયો છે હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરુનામ સિંહ ચઢૂનીને સંયુક્ત કિસાન મોર્ચામાંથી બહાર કાઢવામાં આવ્યા છે  માત્ર આટલું જ નહીં પણ ચઢૂની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.

ખેડૂત નેતા શિવકુમાર કક્કાના જણાવ્યા પ્રમાણે ગુરનામ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષી પાર્ટીઓ સાથે દિલ્હીના માવલંકર હોલમાં બેઠક કરી રહ્યા હતા. બીજી તરફ ખેડૂત સંગઠનોની બેઠકોમાં ગેરહાજર રહેતા હતા. આ કાર્યવાહી બાદ હવે ખેડૂત નેતાઓ અનં સંગઠનોની દર પમ આરોપ પ્રત્યારોપનો દોર શરુ થયો છે.

પોતાના સામે થયેલી આ કાર્યવાહીથી નારાજ થયેલા ગુરનામ સિંહે શિવકુમાર કક્કાને આરએસએસના એજન્ટ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી પણ તેમના ઇશારે કરવામાં આવી છે. તો ગુરનામ સિંહના આરોપના જવાબમાં શિવકુમારે કહ્યું કે તેમનું આવું નિવેદન ક્રિયાની પ્રતિક્રિયા છે. શિવકુમારે કહ્યું કે ગુરનામ સિંહે સંયુક્ત કિસાન મોર્ચાની નીતિઓના વિરુદ્ધમાં જઇને વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠક કરી . ખેડૂત સંગઠનો આ આંદોલનનું રાજનીતિકરણ નહીં થવા દે.

(12:00 am IST)