Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જો બિડનને મળશે વાર્ષિક ૩ કરોડ પગાર સહિત અનેક ભથ્‍થાઓ...

રાષ્‍ટ્રપતિને રહેવા મળે છે વિશ્વનું સૌથી સુરક્ષિત ઘર ‘વાઈટ હાઉસ'

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ અમેરિકા ના નવા રાષ્‍ટ્રપતિ તરીકે જો બિડેન શપથ  લેવા જઈ રહ્યા છે અને લાખો પ્રજાજનો તેમને આવકારવા આતુર બની છે

આ વેળાએ ઘણાના મનમાં  પ્રશ્નો ઉભા થાઈ કે અમેરિકાના રાષ્‍ટ્રપતિને કેટલો પગાર મળતો હશે..? એટલું જ નહિ કઈ કઈ સુવિધાઓ આપવામાં આવતી હશે..?

આનો જવાબ જોઈએ તો અમેરિકાના રાષ્‍ટ્રપતિને ૪ લાખ ડોલર વાર્ષિક  પગાર આપવામાં આવે છે એટલે કે ભારતીય રકમ અનુસાર ૨.૯૨ કરોડ રૂપિયા થાઈ છે આ સિવાય અન્‍ય કેટલીક સુવિધાઓ તેમજ ભથ્‍થા પણ મળે છે રાષ્‍ટ્રપતિને ૫૦,૦૦૦ ડોલર વાર્ષિક ખર્ચનું ભથ્‍થું મળવા ઉપરાંત એક લાખ ડોલરના ખર્ચની મુસાફરી કરી શકે છે તેમજ ૧૯,૦૦૦ ડોલર એન્‍ટરટેઇમેન્‍ટ ભથ્‍થા તરીકે પણ મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા ના રાષ્‍ટ્રપતિ ના પગાર પર ટેક્‍સ લાગે છે પરંતુ જે ભથ્‍થા મળે છે તેની ઉપર કોઈ ટેક્‍સ લાગતો નથી.

આ ઉપરાંત અમેરિકાના રાષ્‍ટ્રપતિને રહેવા માટે વિશ્વનો સૌથી સુરક્ષિત ઘર ‘વાઈટ હાઉસ' મળે છે તેમજ પર્શનલ પ્‍લેન ઉપરાંત હેલીકૉપટરની સુવિધા પણ આપવા માં આવે છે એટલુંજ નહિ રિટાયર થવા પર તેમને રિટાયર્મેન્‍ટ પેન્‍શન પણ આપવા માં આવે છે.

હવે જો આપણે તેમના રહેઠાણને જોઈએ તો વાઈટ હાઉસ ખાસ છે.. આમાં ૬ માળ અને ૧૩૨ રૂમ આવેલ છે જેમાં કેટલાક કક્ષની સાથે ટેનિસ કોર્ટ અને સ્‍વિમિંગ પુલ પણ છે તેમજ ૫૧ બેઠકો નું થિએટર પણ આવેલ છે અતિસુંદર બગીચો પણ આવેલ છે. આ વાઈટ હાઉસમાં રાષ્‍ટ્રપતિ અને તેમના પરિવાર સાથે રસોઈયા, માળી, હાઉસકીપર સહીતના ૧૦૦ થી વધુ કર્મચારીઓ સ્‍થાયી રીતે રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે ૧૭૯૨માં અમેરિકા ના રાષ્‍ટ્રપતિ ને પ્રથમ વખત આ વાઈટ હાઉસ આપવા માં આવ્‍યું હતું હવે આવા અદ્યતન તેમજ વિશ્વના સુરક્ષિત ગણાતા વાઈટ હાઉસમાં રહેશે નવા રાષ્‍ટ્રપતિ ‘‘જો બિડેન''

(11:42 am IST)