Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

દીકરાને બદલે દીકરીને જન્મ આપતા ' તીન તલ્લાક ' : પોલીસે ફરિયાદ નહીં નોંધતા દિલ્હીની મહિલાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા : બે દીકરીઓ અને પોતે એકલા પડી જવા છતાં જીવન નિર્વાહ ભથ્થું આપવાનો પણ ઇન્કાર કર્યો


ન્યુદિલ્હી : દીકરાને બદલે દીકરીને જન્મ આપતા દિલ્હીની એક મહિલાને તેના પતિએ જૂન 2020 માં તીન તલ્લાક આપી દેવાયા હોવાનું જાણવા મળે છે.

આ મહિલાને એક 18 વર્ષની તથા એક 20 વર્ષની દીકરી છે.દીકરાની આશામાં તેના પતિએ કેટલીયે વખત તેને ગર્ભપાત કરવા મજબુર કરી હતી.પોતાનો પતિ દીકરીને મારતો હતો તેથી પોતે વચ્ચે પડતા તીન તલ્લાક આપી દીધા હતા.તેથી બે દીકરીઓ અને પોતે એકલા પડી જવા છતાં જીવન નિર્વાહ ભથ્થું આપવાનો પણ પતિએ ઇન્કાર કર્યો હતો.આથી
મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ કરવા છતાં પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતા તેને કોર્ટના દ્વારા ખખડાવવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે તીન તલ્લાકનો કાનૂન પસાર થઇ ગયાને એક વર્ષ ઉપરનો સમય થઇ ગયો છે.છતાં કિસ્સા જોવા મળી રહ્યા છે.ખુદ મુસ્લિમ દેશોમાં પણ તીન તલ્લાક ગેરકાયદે જાહેર કરી દેવાયા છે.પરંતુ ભારતમાં કાયદો હોવા છતાં બનાવો બની રહ્યા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(12:05 pm IST)