Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજકીય પક્ષો રેલી દરમિયાન કોવિદ -19 નિયમોનું પાલન કરતા નથી : માસ્ક પહેરવાના કે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોનો અમલ થતો નથી : કર્ણાટક હાઇકોર્ટની નારાજગી

કર્ણાટક : તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટએ રાજકીય પક્ષો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.ચીફ જસ્ટિસ શ્રી અભય શ્રીનિવાસનની બેન્ચે જણાવ્યા મુજબ રાજકીય પક્ષો દ્વારા યોજાતી રેલી દરમિયાન કોવિદ -19 ના નિયમોનું પાલન થતું નથી.માસ્ક પહેરવામાં આવતા નથી તેમજ સોશિઅલ ડીસ્ટન્સના નિયમોનું પાલન થતું નથી.

આ મામલે એકમાત્ર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા બાકાત છે જેણે ઉપરોક્ત નિયમોનું પાલન કર્યું હોવાની કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે.
કર્ણાટકમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી કોવિદ -19 ગાઈડ લાઇનનું પાલન થતું ન હોવા અંગે કરાયેલી પિટિશન બાબતે નામદાર કોર્ટએ ઉપરોક્ત નારાજગી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020 માં  તમામ રાજકીય પક્ષો દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કોવિદ -19 નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેવી પિટિશન દાખલ કરાઈ હતી જે હાથ ઉપર લેવાતા નામદાર કોર્ટએ ઉપરોક્ત નારાજગી વ્યક્ત કરી હતી.તથા રાજ્ય સરકારે આ બાબતે શું પગલાં લીધા તેનો ખુલાસો માંગ્યો હતો  તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)