Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

લખનૌ કોર્ટએ તબલીગી સમાજના 18 સભ્યોને જેલમુક્ત કર્યા : કોવિદ -19 ના નિયમોનું પાલન ન કર્યાનું પુરવાર થતું નથી : વર્તમાન પત્રો અને ન્યુઝ ચેનલો ઉપર આવતા સમાચારોના આધારે ધરપકડનો નિર્ણય લઇ શકાય નહીં

લખનૌ : કોવિદ -19 ના ફેલાવા માટે તેમજ તે અંગેની સરકારની ગાઈડ લાઈનનો ભંગ કરવા માટે ધરપકડ કરાયેલા તબલીગી સમાજના 18 સભ્યોને લખનૌ કોર્ટએ મુક્ત કરવાનો હુકમ કર્યો છે.આ 18 સભ્યોમાં 7 સભ્યો વિદેશના એટલે કે ઇન્ડોનેશિયાના હતા.જયારે 11 સભ્યો ભારતના હતા.

ચુકાદો આપતા નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આ સભ્યોએ કોવિદ -19 ના નિયમોનો ભંગ કર્યાનું પુરવાર થતું નથી .કોઈપણ ધાર્મિક સ્થળમાં પોતાના ધર્મને લગતી ચર્ચા કરવામાં કોઈ પ્રતિબંધ નથી.ઉપરાંત અખબારો અને ન્યુઝ ચેનલ ઉપર આવતા સમાચારોના આધારે ધરપકડ કરવાનો નિર્ણય યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:56 pm IST)