Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ફ્રોઝન ફૂડ પેકેટની સપાટી પર જીવતો કોરોના મળ્યો

દુનિયામાં પહેલીવાર વાયરસ જોવા મળ્યો :ચીને ફ્રોઝન દરિયાઈ માછલીના પેકેટની બહારની સપાટી ઉપર જીવતો કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ કરી

બેઝિંગ,તા.૧૮ : ચીનના સ્વાસ્થ્ય પ્રશાસને ક્વિંગદાઓ સહેરમાં આયોજિત ફ્રોઝન દરિયાઈ માછલીના પેકેટની બહારની સપાટી પર જીવતો કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ કરી છે. 'ચાઈનીઝ સેન્ટર પર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન'એ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે દુનિયામાં આ પહેલીવાર છે જ્યારે ફ્રોઝન ફૂડ પેકેટની બહારની સપાટી પર જીવતો કોરોના વાયરસ મળ્યો છે. જાણકારી મુજબ, ક્વિંગદાઓ શહેરમાં હાલમાં જ કોવિડ-૧૯ના મામલાનું એક 'ક્લસ્ટર' સામે આવ્યું હતું. પ્રશાસને પોતાના તમામ લગભગ ૧.૧ કરોડ નાગરિકોની તપાસ કરાવી પરંતુ કોઈ નવું આવું ક્લસ્ટર થઈ શક્યું નહીં. જુલાઈમાં ચીનને ઝિંગાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો કારણ કે પેકેટો અને કન્ટેનરની અંદરના ભાગમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો હતો. સીડીસીએ કહ્યું કે, તેને ક્વિંગદાઓમાં ઈમ્પોર્ટ કોડ માછલીના પેકેટની બહાર જીવતો વાયરસ મળ્યો. કહેવાયું છે કે આ મહિનામાં આ પ્રકારના એક ડઝનથી નવા વાયરસના મામલા સામે આવ્યા છે. તેમાંથી એક મામલો હોસ્પિટલ સાથે જોડાયેલો છે, જ્યાં અન્ય દેશોમાંથી આવેલા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ચીને હાલના મહિનાઓમાં ઘણીવાર કહ્યું છે કે અન્ય દેશથી આયાત કરાતા ફ્રોઝન ફૂડ પેકેજિંગથી કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો રહેલો છે. આ વાતને લઈને સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગના અધિકારીઓ પહેલાથી સાવધાન છે. આ કારણે જ ચીનમાં આયાત કરાયેલા ફૂડ પેકેજિંગનું ટેસ્ટિંગ નિયમિત રૂપથી ચાલું છે. ન્યૂઝ એજન્સી શિન્હુઆએ સીડીસીના નિવેદનના હવાલે ખબર આપી કે શહેરમાં હાલમાં જ સંક્રમણ સામે આવ્યા બાદ તેના સ્ત્રોતની તપાસ દરમિયાન આ ખુલાસો થયો. તેનાથી સાબિત થઈ ગયું કે જીવતો કોરોના વાયરસથી સંક્રમિત ડબ્બાના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. જોકે નિવેદનમાં એમ નથી જણાવાયું કે આ પેકેટ કયા દેશમાંથી આવ્યા હતા.

(12:00 am IST)