Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સ્ટડીમાં ખુલાસો

માનવ ત્વચા પર ૯ કલાક સુધી જીવંત રહે છે કોરોના વાયરસ

નવી દિલ્હી, તા.૧૯: સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કહેરથી પીડિત છે. કોરોના સામે લડવા માટે વિવિધ દેશો કોવિડ-૧૯ રસી બનાવવામા રોકાયેલા છે. દરમિયાન, એક પછી એક અનેક અભ્યાસ બહાર આવી રહ્યા છે, જેમાં નવા તથ્યો બહાર આવી રહ્યા છે. એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, કોરોનાવાયરસ ૯ કલાક સુધી માનવ ત્વચા પર ટકી શકે છે. જાપાની સંશોધનકારોએ એક સંશોધન દ્વારા આ શોધ્યું છે. તેમણે કોરોના રોગચાળાને ટાળવા માટે વારંવાર હાથ ધોવાની સલાહ પણ આપી છે.

કલીનિકલ ઈન્ફેકશન ડિસીઝ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, કોરોનાવાયરસની તુલનામાં ફ્લૂનો વાયરસ માનવ ત્વચા પર લગભગ ૧.૮ કલાક જીવી શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે, 'ઈન્ફ્લુએન્ઝા એ વાયરસ (આઈએવી) ની તુલનામાં માનવ ત્વચા પર ૯ કલાક સુધી SARS-CoV-2 નું અસ્તિત્વ ટકાવી રાખતુ હોવાથી કોન્ટેકટ ટ્રાસમિશનનું જોખમ વધી શકે છે. આ મહામારી વધી શકે છે. અધ્યયન મુજબ, બંને વાયરસ (કોરોનાવાયરસ અને ફ્લૂ વાયરસ) એથનોલ લગાવવાનાં ૧૫ સેકંડની અંદર તે નિષ્ક્રિય થઈ જાય છે, જેનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર્સમાં થાય છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ત્વચા પર SARS-CoV-2 નાં લાંબા સમય સુધી સક્રિય રહેવાનાં કારણે કોન્ટેકટ ટ્રાસમિશનનું જોખમ વધી શકે છે. જો કે, હાથ સાફ રાખીને આ જોખમ ઘટાડી શકાય છે.

(9:43 am IST)