Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રિઝર્વ બેંક નિયમ પણ બદલાવશે

સરકાર જે બેંકનું ખાનગીકરણ કરશે તેમાં તેની હિસ્સેદારી કે દખલ સમાપ્ત કરશે

સરકાર માત્ર SBI, પીએનબી, BOB, કેનેરા બેંકમાં જ હિસ્સેદારી રાખવા માંગે છે

નવી દિલ્હી તા. ૧૯ : સરકારી બેંકની ખાનગીકરણની રાહત પર આગળ વધવાની તૈયારી કરીને કેન્દ્ર સરકાર એવા બેંકો એવી બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર થશે. જો કે બેંકોની ખાનગીકરણની પ્રક્રિયાને આકર્ષક બનાવા અને બોલીઓને આમંત્રિણ કરવાના હેતુથી સરકાર આ નિર્ણય લેવા માંગે છે તેના માટે સરકાર ભારતીય રિઝર્વ બેંક પાસેથી તેના નિયમમાં ફેરફાર ઇચ્છે છે જેના હેઠળ પ્રાઇવેટ બેંકોનું માલિકીના હક્ક નહી થાય છે. સરકારની યોજના છે કે જે બેંકોનું પ્રાઇવેટીકરણ કરવામાં આવે તેમા તેની ભાગીદારી અને દખલગીરી સંપૂર્ણ રીતે પૂરી થાય.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દા પર પીએમઓ, નાણા મંત્રાલય અને આરબીઆઇ વચ્ચે વાતચીત ચાલી રહી છે કે, આવી બેંકોમાં કેટલી ભાગીદારી રાખવામાં આવે તેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેના માટે સરકારના વિશેષજ્ઞોની પણ સલાહ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દેશમાં રહેલા ૧૨ સરકારી બેંકોમાંથી અડધા ડઝન અથવા તેનાથી વધુ બેંકોનું ખાનગીકરણ કરવા માંગે છે. ૨૦૧૭થી અત્યાર સુધી દેશમાં સરકારી બેંકોની સંખ્યા ૨૭ થી ૧૨ થઇ જો કે અત્યાર સુધીમાં સરકારે એસબીઆઇમાં ૫ બેંકોનું વિલય સહિત અનેક બેંકોનું વિલય કરવામાં આવ્યું છે પરંતુ હવે સરકાર ખાનગીકરણ તરફ વધવા ઇચ્છે છે. જો કે કેન્દ્ર સરકારના થિંક ટેન્કે નીતિ પંચના પ્રાઇવેટીકરણનું બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેના જણાવ્યા મુજબ સરકારને ૪ બેંકો પર જ તેમનું નિયંત્રણ રાખવાની અપીલ કરવામાં આવી છે.

સરકાર ભવિષ્યમાં પણ જે બેંકોમાં તેમની ભાગીદારી રાખવા માગે છે તેમાં એસબીઆઇ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક સામેલ છે. આ ઉપરાંત પંચે ત્રણ નાની સરકારી બેંકો પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંકની પ્રાથમિકતાના આધાર પર ખાનગીકરણની સલાહ આપવામાં આવી છે. અન્ય સરકારી બેંકો (બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, ઇન્ડીયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક અને ઇન્ડિયન બેંક)નું સરકાર અથવા તો ૪ બાકી રહેલી બેંકોમાં વિલય કરશે અથવા ફરી તેમાં ભાગીદારી ઘટાડશે. આ બેંકોમાં સરકાર તેમની ભાગીદારીને ૨૬ ટકા સુધી મર્યાદિત કરશે.

(12:35 pm IST)