Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કમલનાથની ' આઈટમ ' ટિપ્પણી પર ઇમરતી દેવીએ કહ્યું- આવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાને લાયક નથી

સોનિયા ગાંધી પાસે કમલનાથને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી

ભોપાલ: મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીને લઈને બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ગ્વાલિયર જિલ્લાના ડબરા વિધાનસભા પહોંચેલા કમલનાથે સુરેશ રાજેના સમર્થનમાં બેઠક યોજીને મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' કહ્યું હતું. જેના કારણે ઈમરતી દેવીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે કમલનાથને પાર્ટીમાંથી હટાવવાની માગ કરી છે. 

 ઇમરતી દેવીએ કહ્યું કે,જે લોકો મહિલા, એક નારીનું સન્માન નથી કરી શકતા એવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર નથી. ઇમરતી દેવીએ વધુમાં કહ્યું કે, "હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને માગ કરૂ છું કે કમલનાથને પાર્ટીમાંથી કાઢવામાં આવે."

 આ દરમિયાન તેમણે કહ્યું મધ્યપ્રદેશમાં એક મહિલાને શક્તિ રીતે ગણવામાં આવે છે. ઘરમાં મહિલાઓ લક્ષ્મી માનવામાં આવે છે અને કમલનાથે આજે સમગ્ર મધ્યપ્રદેશની લક્ષ્મીને ગોળો આપીને અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી મેં માગ કરી છે કે કમલનાથને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે. આ સાથે તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી તમે પણ એક મહિલા છો એક માં છો, શું તમે આ સાંભળી શકશો ?કોઇ તમારી પુત્રી વિશે આવું કહે તો?

(1:14 pm IST)