Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોનાને હરાવનારનો પીછો નથી છોડતી પોસ્ટ કોવીડ પરેશાનીઓ

સંક્રમણમાંથી બહાર નિકળેલ વ્યકિતની શારીરિક ઉપરાંત માનસીક સ્થિતિ પણ બગડે છે : નબળાઇ, માથુ દુઃખવુ, ઉધરસ, શરદી, પાચન સંબંધી તકલીફો, ઓકસીજન લેવલ ધટવા સહીતની સમસ્યા

નવી દિલ્હી,તા. ૧૯: અત્યાર સુધી કોરોનાથી બચાવ અને પોઝીટીવ આવ્યા બાદ તેને હરાવી નેગેટીવ આવવું જ સૌથી મોટી જંગ જીતવા જેવું છે. પણ હવે દેશ-દુનિયાના બાકીના ભાગોની જેમ જેસલમેરમાં પણ સંક્રમણથી મુકત થયેલ લોકો સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી ઝઝુમી રહ્યા છે. જેમાં કમજોરી, ઉધરસ, શરદી, પાચન ક્ષમતા પ્રભાવિત થવી અને ઘણા લોકોને ઓકસીજન લેવલ ઘટવું મુખ્ય છે. ઉપરાંત માનસીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

કોરોનાથી સાજા થયેલ લોકોમાં ફકત શારીરીક જ નહીં પણ માનસીક સમસ્યા પણ ઉચી થઇ રહી છે જેમાં ઉંઘ ઉડી જવી, ખરાબ વિચાર, સ્વાસ્થ્યને લઇને ચિંતા, ચિડીયાપણુ, કામ ઉપર ધ્યાન કેન્દ્રીત ન કરી શકવું વગેરે છે. ઉપરાંત ચામડીની સમસ્યા પણ છે.

અનેક સાજા થયેલ લોકોને પોસ્ટ કોવીડ સમસ્યા સહન કરી રહ્યા છે. એક તરફ કોરોનાને હરાવવાની ખુશીના થોડા સમય બાદ નવું સંકટ ઉભુ થઇ રહ્યું છે.

 ડોકટરોના મત મુજબ સાજા થયેલ દર્દીઓમાં ફેફસામાં ઇન્ફેકશન, શ્વાસમાં પરેશાની, વધુ પડતી નબળાઇ, હાડકામાં દર્દ, ડાયેરીયા,  માથાનો દુઃખાવો સહીતની સમસ્યા છે. જે નેગેટીવ આવ્યા બાદ બે-ત્રણ મહિલા સુધી રહી શકે છે. આ અંગે ડોકટરોએ જણાવેલ કે આમાંથી બચવા માટે ખાન, પાન અને સ્વચ્છતા ઉપર પુરૂ ધ્યાન રાખવું જરૂરી છે.

કોરોનાથી સાજા થયેલ લોકો માટે કેન્દ્ર સરકારે પોસ્ટ કોવીડ મેનેજમેન્ટ પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેમાં વ્યકિત પોતાને થતી તકલીફની ફરિયાદ નોંધાવી શકે છે. જે દર્દીને પહેલેથી ગંભીર બિમારી હશે તેમને સાજા થવામાં વાર લાગશે.

સાજા થયેલ દર્દીએ આટલું ધ્યાન રાખવું જરૂરી

* માસ્ક પહેરવું, સાફ -સફાઇ અને સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવું

* ખુબ જ પાણી પીવું

* ઇમ્યુનિટી વધારતી દવા લેવી

* સ્વાસ્થ્ય સારૂ હોય તો ઘરના કામ કરવા, પ્રોફેશ્નલ કામ ધીમે-ધીમે શરૂ કરવા

* હળવી -મધ્યમ કસરત કરવી.

* દરરોજ યોગા, પ્રાણાયામ અને મેડીટેશન કરવું

* સવારે -સાંજે ચાલવું

*સંતુલીત ખોરાક અને સરળતાથી પચે તેવું તાજુ ભોજન લેવું

* પુરતી ઉંઘ લેવી અને આરામ કરવો

(2:49 pm IST)