Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

તહેવારોમાં બજારોમાં રોનક પાછી લાવવા બેંકોની ઓફર્સ પે ઓફર્સ.......

કોરોનાના કમરતોડ માર માથી બહાર આવવા અને અર્થતંત્ર ફરી વેગવાન બનાવવા બેન્કો આપી રહી છે સ્કીમ

રાજકોટઃ કોરોના આવ્યે એટલો સમય થઈ ગયો હજુ તેનો પ્રકોપ દેખાય છે. કેટલાક વિશાલેશકોનું કહેવું છે કે દિવાળી પછી કોરોના નહીં રહે પરંતુ હાલ તો દિવાળીની રોનક પહેલા જેવી રહેશે કે કેમ તે અંગે મોટા સવાલો ઊભા છે, આર્થિક રીતે કમરતોડ માર, સામાજિક રીતે અને માનસિક રીતે પણ કોરોનાની અસર ખૂબ ઊંડી પડી છે એક સાથે એક સામટી આફતો આવી જવાથી લોકોમાં તહેવાર માટેનો ઉત્સાહ જ જાણે મરી ચૂકયો છે.

દેશમાં આર્થિક વ્યવહાર વધારવા ને તહેવારોની રોનક ફરી પહેલા જેવી જીવંત કરવા માટે વેપારીઓ, બેન્કો જુદી જુદી સ્કીમ લઈને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. ઓનલાઈન ખરીદી માટે પણ અત્યારે બેન્ક ડિસ્કાઉન્ટ, કેશબેક, લોન જેવી સ્કીમો શરૂ કરી દેવામાં આવી છે, તહેવારની સીઝનમાં લોકોને ખરીદી માટે ઓફર્સ બહાર પાડવામાં આવી રહી છે. ખાનગી અને સરકારી બેન્કો ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન અને સાથે સાથે ઓફલાઇન ખરીદી માટે પણ કેટલીક સ્કીમ,છૂટ, અને કેશબેક જેવી ઓફર્સ કરી રહ્યા છે.

કેટલીક બેન્કો તો વ્યાજ રહિત લોન,ઇએમઆઇ ખરીદી, કેશબેક, અને ખરીદીમાં પણ કેટલીક છૂટ અને રિવોર્ડ પોઈન્ટ જેવી સ્કીમો પણ આપી રહી છે. ઉત્સવ સમયમાં લોકોની ખરીદીની ક્ષમતા વધારવા માટે ખાસ આ ઓફર્સ મૂકવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ : બેન્કો માટે આર્થિકતંત્ર દોડાવવા ગ્રાહકો માટે તહેવારની રોનક લઈ આવવાનો સરળ રસ્તો

નવરાત્રિથી દિવાળી સમય દરમ્યાન વર્ષના બાકીના સમય કરતાં ૨૦ થી ૨૨્રુ જેટલો ખર્ચ ક્રેડિટ કાર્ડથી વધી જતો હોય છે. જો કે બેન્કો માટે ફાયનાન્સ સેવા અને કંપનીઓ માટે વેચાણ વધારવા માટેનો આ રસ્તો માનવમાં આવે છે. અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે

 ૧૦ થી ૨૨ % સુધીના કેશબેકની ઓફર્સ

બજારના વિશ્લેષકો જણાવે છે કે બેન્કો અત્યારે ૧૦ થી ૨૨્રુ સુધીની કેશબેક આઙ્ખફર્સ આપી રહી છે, જેમાં કંપનીઓ અને બેન્કોની પોલિસીને આધારે વધારો કે દ્યટાડો જોવા મળી શકે છે. ઓનલાઇનની હોડમાં રહેવા માટે અત્યારે નાના વેપારીઓ પણ ઇ કોમર્સ સાથે જોડાઈ રહ્યા છે, ધંધો ફરી વેગવાન બનાવવા કંપનીઓ પણ નાના વેપારીઓને ઇ કોમર્સ સાથે જોડી રહ્યા છે.

પે-લેટર  ઓપ્સન ઓફર્સમાં પે-લેટર, પ્રિ-અપ્રુવ્ડ લોન સાથે એટીએમ સાથે ઇએમઆઇની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાંઆવી રહી છે.

એક ઇ કોમર્સ કંપનીના અધિકારી જણાવે છે કે આ વર્ષ આખું ગ્રાહકોની ખર્ચની ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેના ફોકસ કરવામાં આવે છે. જેને લોધે પે-લેટર, એટ્લે કે ખરીદી કર્યાના થોડા સમય બાદ ચૂકવણું, પ્રિ-અપ્રુવ્ડ લોન, ડેબિટ કાર્ડ, એટીએમ, ઇએમઆઇ સહિતના અનેક ઓપ્શન આપવામાં આવી રહ્યા છે. પે-લેટરના ઓપશનમાં ગ્રાહકો મહિના પછી વસ્તુની કિમત ચૂકવી શકે છે આ ચૂકવાનામાટે કોઈ વ્યાજ લેવામાં નહીં આવે.

(2:53 pm IST)