Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

યુદ્ધ જહાજ વિરાટને મ્યુઝીયમમાં ફેરવવાની આશા ધૂંધળી

કેન્દ્ર સરકાર પાસેથી મુંબઇની કંપનીને એનઓસી નથી મળ્યું : કંપની સતત સરકારના સંપર્કમાં

અમદાવાદ, તા. ૧૯ :  ત્રણ દાયકા સુધી ભારતીય નેવીની શાન રહેલ યુદ્ધ જહાજ આ એનએસ વિરાટને મ્યુઝીયમમાં ફેરવવાની જાગેલ આશા હવે ધૂંધળી થતી દેખાય છે. હાલ વિરાટ તોડવા માટે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પહોંચ્યું છે.

મુંબઇની જે કંપની વિરાટને મ્યુઝીયમ બનાવવા માટે ખરીદવા રસ બતાવેલ. આ કંપનીને હજી સુધી કેન્દ્ર સરકારનું એનઓ.સી નથી મળ્યું. બીજી તરફ તેને તોડવા માટે હરરાજીમાં ખરીદનાર શ્રીરામ ગ્રીન શીપ રિસાઇકલીંગ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ પટેલે જણાવેલ કે અમે બે અઠવાડીયા રાહ જોઇ છે, ઉપરાંત સમુદ્રમાં હવે મોટા મોજા આવવાના પણ શરૂ થયા છે, છતાં મુંબઇની કંપનીને સોમવાર સુધીનો સમય આપ્યો છે.

મુંબઇની ફર્મ એન્વીટેક મરીને આ યુધ્ધરાજને મ્યુઝીયમમાં ફેરવવા ખરીદવાની વાત કરેલ પણ બે અઠવાડીયા બાદ હજી સુધી તેને કલીયરન્સ નથી મળ્યું કંપનીના ડીરેકટર વી.કે. શર્મા મુજબ કેન્દ્રીય મંત્રાલય સાથે સંપર્કમાં છીએ, જેથી જહાજને મ્યુઝીયમમાં બદલી શકાય કલીયરન્સ સોમવાર સુધીમાં મળી જાય.

અલંગની કંપનીએ વિરાટને વેચવા માટે ૧૦૦ કરોડની વાત કહેલ જયારે મુંબઇની કંપની પાસેે બજેટ તૈયાર છે અને કંપનીને તે માટે ગોવા સરકારનું સમર્થન મળ્યું છે. શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝે ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ કરાયેલ વિરાટને હરરાજી દરમિયાન ૩૮ કરોડમાં ખરીદેલ.

(2:53 pm IST)