Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દીપિકા સહિતના બોલિવૂડ કલાકારો દ્વારા ડ્રગ્સ મુદ્દે થયેલ ચેટનું રહસ્ય ઉકેલવાની જવાબદારી ગુજરાતને મળી

એફએસએલ દ્વારા દોઢ ડઝન જેટલા બોલિવૂડ હસ્તીઓના મોબાઈલની ચકાસણી શરૃઃ સમગ્ર દેશ.. બોલીવુડ અને દિલ્હી દરબારની ચાતક નજર વર્લ્ડ ફેમસ એફએસએલ પર

રાજકોટ.તા.૧૯,બોલીવુડના એક સમયના સુપર સ્ટાર અને નાની ઉંમરે જ નામ અને દામ બને હાસલ કરનારા સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલે ખુદ સીબીઆઇ દ્વાર હાથમાં લેવા છતાં આ વિવાદ એક યા બીજા સ્વરૂપે સળગતો રહેતો હોવા સાથે સમગ્ર બોલીવુડ જાણે દૃગણના નશામાં ઝૂમવા સાથે ડ્રગ્સ ઓર્ડરો વોટ્સઅપ મારફત આપતા હોવાની આશંકા અને સુપ્રસિદ્ઘ અભિનેત્રી દીપિકા પાદુકોણ રિયા અને અન્ય મોટા નામોની ચેટ મા ખરેખર સમગ્ર ચેટની ડિલીટ થયેલ બાબતો પરથી પડદો ઉચ્કવાની જવાબદારી ગુજરાત એફએસએલને મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ગુજરાત એફએસએલ ની મદદ દેશના ઇન્ચાર્જ નાર્કોટિકસ બ્યુરો ના વડા રાકેશ આસ્થાના દ્વારા માગવામાં આવી છે.સૂત્રોના કઠણ મુજબ દોઢ ડઝન જેટલા બોલીવુડ હસ્તીઓના મોબાઈલ ગૂજરાત એફએસએલને મળ્યા છે. અત્રે યાદ રહે કે રાકેશ આસ્થાના મૂળ ગુજરાત કેડરના હોવાથી ગુજરાત એફએસએલની કાબેલિતથી સારી રીતે પરિચત છે. 

ગુજરાતમાં ગોધરા કાંડ સમયે સાબરમતી ટ્રેન સળગાવાનું કાવત્રું પાકિસ્તાની જાસૂસી સંસ્થા નું હોવાનું જે પુરવાર કરેલ તેમાં ગુજરાત એફએસએલ ના તત્કાલીન વડાં અને હાલના વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જયંતભાઈ વ્યાસ ટીમનું યોગદાન ખૂબ મોટું હતું.

 આ પ્રથમ ઘટના નથી કે જેમા રાષ્ટ્રીય લેવેકની એજન્સી દ્વારા મદદ લેવામાં આવી હોય. સુપ્રસિદ્ઘ આરોષી મર્ડર મામલામાં સીબીઆઇને એફએસએલ દ્વારા મદદ કરવા સાથે એક સમયના કેન્દ્રિય મંત્રી શશી થરુરના પત્ની સુનંદાના ચકચારી મોતમાં પણ ગુજરાત એફએસએલ દ્વારા મદદ થયેલી.

જર્નાલિસ્ટ ગૌરી લંકેશનાં દેશભરમાં ગાજેલ પ્રકરણ હિયેકે પછી નોઈડા પંથકની અંગો કાપી હત્યા કરવાનો ચકચારી મામલો ગુજરાત એફએસએલ ની ભૂમિકા આજની તારીખે ગુજરાતનું ગવ્રવ વધારનારી છે. ફરી મૂળ વાત પર કર્યતો સુશંત સિંહ મર્ડર મામલો હવે ડ્રગ્સ પાર્ટી.. કારોબાર બોલીવુડ આખો સામેલ હોય તે રીતે ચાલતી  ન્યુઝ પધ્ધતિ સામે બોલીવુડના ખ્યાતનામ કલાકારો કોર્ટમાં જતા અને ખુદ વડા પ્રધાન અને સેન્ટ્રલ ગૃહમંત્રી આ પ્રકાર સમગ્ર બોલીવુડ સામે અકસેપો સાથે સહમત નથી ત્યારે આ ૧૫ મોબાઈલ ફોનની ચેટ બોલિવૂડના ખ્યાતનામ કલાકારો અને નિર્માતા.. નિર્દેશકો વિગેરેની ભૂમિકા પરથી પડદો ઉચકનારી બનનારી હોવાથી સમગ્ર દેશ અને બોલીવુડની આતુરતા ભરી નજર ગુજરાત તરફ મંડાયેલ છે.

(2:57 pm IST)