Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઓનલાઇન શોપીંગના જંગમાં ગ્રાહકોની દિવાળી શરૂ

પાંચ કરોડ નવા ગ્રાહકો ઇ-કોમર્સમાં જોડાય તેવો અંદાજ

નવી દિલ્હી,તા. ૧૯: કોરોના કાળમાં તહેવારો પર ખરીદીને લઇને આ વખતે ઘણુ બધુ બદલાયેલુ જોવા મળી રહ્યુ છે. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે ઇ-કોમર્સ અને છુટક દુકાનદારો વચ્ચેનો વર્ષો જૂનો જંગ ખતમ થતો જોવા મળી રહ્યો છે અને બન્ને મળીને ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. જો કે દિગ્ગજ ઇ-કોમર્સ કંપનીઓના જંગમાં ગ્રાહકોની દિવાળી અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. મિંટલાઇવ, રેડ સિયર, રિટલર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

રિપોર્ટ અનુસાર, આ વખતે તહેવારોમાં ૭૫ ટકા ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરશે. જ્યારે ૬૬ ટકા નાના સ્ટોરો પર ખરીદી કરશે. તો શોપીંગ મોલમાં ખરીદી કરનારા ફત ૩૩ ટકા જ હશે. શિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાના ડરથી ગ્રાહકો બજારમાં જઇને ખરીદ કરવાના બદલે ઓનલાઇન ખરીદીને વધારે ભાર આપી રહ્યા છે.

રિટેલર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયાના સીઇઓ કુમાર રાજગોપાલનું કહેવું છે કે આ વખતે વધારેને વધારે લોકો ઓનલાઇન ખરીદીની પુછપરછ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૧૬ ઓકટોબરથી શરૂ થયેલ ઇ-કોમર્સ ઁના સેલમાં આગળ છે. ફકત બે દિવસમાં ૫૦ ટકા વધારે યુવા ગ્રાહકો જોડાયા છે જેમાં ત્રીજા  વર્ગના શહેરોના વધારે છે. જો કે આ વર્ષે મોટી રકમની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા ઓછી થવાનું અનુમાન છે.

ફિલ્પકાર્ટે ૩૦૦ શહેરોના હજારો રિટેલ દુકાનદારો તથા બે હજાર ફેશન સ્ટોર સાથે હાથ મિલાવ્યા છે. તો એમેઝોને એક લાખ રીટેલ દુકાનદારો અને ૬.૫૦ લાખ વિક્રેતાઓને સાથે લીધા છે. ઇ-કોમર્સ કંપનીઓનો ઉદેશ આ વખતે ગ્રાહકોને સ્થાનિક દુકાનેથી ઉત્પાદનની ડીલીવરી આપીને નવી શરૂઆત કરવાનો છે. સાથે જ કેટલાક સ્ટોર પર ઇ-કોમર્સના ઉત્પાદનોને પ્રદર્શિત પણ કરાયા છે. જેથી ગ્રાહકો ત્યાં જઇને જોઇ પણ શકે.

(2:58 pm IST)