Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોનાના કેસમાં સતત ઘટાડોઃ બપોર સુધીમાં ૨૪ કેસ

અત્યાર સુધીમાં ૩ લાખ લોકોના ટેસ્ટીંગમાં કુલ ૭૮૧૬ સંક્રમિત : કુલ ૬૮૫૦ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૭.૯૧ ટકા થયો

રાજકોટ,તા.૧૯: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં ૨૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૮૧૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૮૫૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૭.૯૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૮૧૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૮૬ ટકા થયો  હતો. જયારે ૯૧ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૦૨,૦૩૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૮૧૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૫૭ ટકા થયો છે.

૬ નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ સોમનાથ સોસાયટી-૧૫૦ ફુટ રીંગ રોડ, પિરામિડ ટાવર - અમીન માર્ગ, જવાહર સોસાયટી - બોલ બાલા માર્ગ, મહાદેવ પાર્ક - રૈયા રોડ, ચામુંડા સોસાયટી - ગોંડલ રોડ, પ્રગતિ સોસાયટી - રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ૪૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૧૮ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૧ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૮,૬૫૪ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૧ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે ગોકુલ આવાસ, મચ્છુનગર, શિવ ટેનામેન્ટ, શાંતિ પાર્ક, અમર નગર , બાલાજી પાર્ક, રૈયા ચોક, રાધિકા પાર્ક  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૪૭૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:42 pm IST)