Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડાપ્રધાન ઈમરાન-વિપક્ષી નેતા મરિયમ મોદીના નામે બાખડ્યા

નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવવાના મુદ્દે બબાલ : બન્ને નેતા એક બીજાને મોદીના મિત્ર ગણાવી પ્રહાર કરી રહ્યા છે, દેશભક્ત સાબિત કરવા બન્ને નેતાના હવાતિયાં

નવી દિલ્હી, તા. ૧૯ : પાકિસ્તાનના રાજકારણમાં આવેલા નવા રાજકીય તોફાનના કેન્દ્રમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન નિયાજી અને વિપક્ષી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ જૂથના નેતા મરિયમ નવાઝ શરીફ બંને એકબીજાને પીએમ મોદીના 'મિત્રલ્લ બતાવીને આકરા પ્રહારો કરી રહ્યા છે. બંને નેતા પીએમ મોદીના નામ પર પોતાને 'દેશભક્તલ્લ સાબિત કરવામાં લાગી ગયા છે. ઇમરાન અને મરિયમની વચ્ચે હાલ વાર-પલટવાર એવા સમયે ચાલી રહ્યો છે જ્યારે વિપક્ષી દળઓએ ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ એ ઇમરાન અને પાકિસ્તાની સેનાની રાતોની ઉંઘ હરામ કરી દીધી છે.

ઇમરાન ખાને નવાઝ શરીફને પીએમ મોદીના મિત્ર ગણાવ્યા બાદ હવે પીએમએલ એન નેતાની દીકરી મરિયમ નવાઝે જોરદાર પ્રહાર કર્યો છે. તેણે કરાચીના જલસેમાં કહ્યું કે અમે જ્યારે જવાબ માંગીએ છીએ તો ઇમરાન કહે છે કે નવાઝ શરીફ મોદીની જુબાન બોલે છે. આમ ઇમરાન ખાન અને મરિયમ નવાઝ શરીફ મોદીના નામ પર સામ-સામે આવી ગયા છે.

આની પહેલાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા પર જોરદાર પ્રહારો કર્યા તેના લીધે ઇમરાન ખાન બરાબરના ગિન્નાયા છે. તેમણે નવાઝ પર દેશની સેનાની છબી ખરાબ કરવાનો આરોપ મૂકયો. એટલું જ નહીં ઇમરાને એટલાં સુધી કહી દીધું કે નવાઝ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા બોલી રહ્યા છે. ઇમરાને શરીફની રેલીને 'સર્કસલ્લ ગણાવી દીધું.

ઇમરાને કહ્યું કે નવાઝ એ પાકિસ્તાનની સેના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે નવાઝ એ જે પાકિસ્તાનની સેના અંગે બહાર બેસીને કહ્યું છે તે જનરલ બાજવા પર પ્રહારો નથી પાકિસ્તાનની સેના પર છે. આ જ વાત નરેન્દ્ર મોદીએ કહી હતી. નરેન્દ્ર મોદીએ કેટલીય વખત કહ્યું કે અમને નવાઝ શરીફ પસંદ છે, પાકિસ્તાનના સેનાધ્યક્ષ આતંકવાદી છે. તેમણે કેટલીય વખત કહ્યું અને નવાઝ શરીફે કોઇ જવાબ આપ્યો નહીં.

ખાન એ કહ્યું કે મોદી એમ કેમ નથી કહેતા કે ઇમરાન સાચા છે પરંતુ જનરલ બાજવા ખોટા? કારણ કે તેમને ખબર છે કે મેં તેમનો (મોદીનો) અસલી ચહેરો દુનિયાને દેખાડી દીધો છે, તેઓ કેટલાં કટ્ટરવાદી છે. ઇમરાને કહ્યું કે ભારતીય અખબારોમાં નવાઝના વખાણ થઇ ચૂકયા છે.

(7:40 pm IST)