Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ જરૂરી : પ્રકાશ જાવડેકર

પ્રધાને ફેસબુક લાઈવ કાર્યક્રમમાં લોકો સાથે વાત કરી : એક દિવસમાં સમસ્યાનો નિવેડો શક્ય નથી : ઈલેક્ટ્રોનિક વાહનોથી પ્રદૂષણ ઘટશે :કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનનો મત

નવી દિલ્હી, તા. ૧૯ : કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારના રોજ કહ્યું કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી.

પ્રદૂષણ ફેલાવનારા દરેક પરિબળો સામે લડવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે. ફેસબૂક લાઈવ કાર્યક્રમ દ્વારા લોકો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે દેશમાં વાયુ પ્રદૂષણ પાછળના મુખ્ય પરિબળો પરિવહન, ઉદ્યોગ, કચરો, ધૂળ, પરાળી, ભૂગોળ તેમજ મોસમી દિશાઓ છે.

પર્યાવરણ મંત્રી જાવડેકરે કહ્યું કે, પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવવો શક્ય જ નથી. તેના માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.

 ઈલેક્ટ્રોનિક વાહનોને લોકો ધીરે-ધીરે પસંદ કરી રહ્યા છે અને ભારતમાં અત્યારે બે લાખ ઈલેક્ટ્રોનિક વાહનોનો વપરાશ થઈ રહ્યો છે. હું ખૂદ વાહનોનો ઉપયોગ કરૃં છું. હું તેમને મારા ઘરે જ ચાર્જ કરૃં છું. હું પોતે પણ ઈ-સ્કૂટી ચલાવું છું.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકાર બીએસ છ ઈંધણ લઈને આવી, જેણે વાહનોના ઉત્સર્જનને ૬૦ ટકા સુધી ઘટાડી દીધી છે. વાહનોથી ફેલાતા પ્રદૂષણને ઘટાડવા માટે સરકાર મેટ્રો અને ઈ-બસોને લઈને આવી છે.

(7:34 pm IST)